ઇડીએ બેંગાલુરુ સ્થિત કંપનીની રૃ. ૪૦ કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી - At This Time

ઇડીએ બેંગાલુરુ સ્થિત કંપનીની રૃ. ૪૦ કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૪બેંગાલુરુ સ્થિત કંપની વિરુદ્ધના બેંક લોન છેતરપિંડી કેસ
સંબધિત મની લોન્ડરિંગની તપાસમાં ૪૦ કરોડ રૃપિયાથી વધુની મિલકતો ટાંચમાં લેવામાં
આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જારી
કરવામાં આવેલા પ્રોવિઝનલ ઓર્ડર હેઠળ 
કાવેરી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટ, પ્લોટ, ખેતીની જમીન
અને  બેંક ડિપોઝીટ ટાંચમાં લેવામાં આવી છે
તેમ કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિનું કુલ મૂલ્ય ૪૦.૧૪ કરોડ
રૃપિયા આંકવામાં આવ્યું છે. બેંગાલુરુમાં સીબીઆઇની એન્ટી કરપ્શન શાખા દ્વારા વર્ષ
૨૦૧૫માં કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો
કેસ દાખલ કર્યો છે. ઇડીના જણાવ્યા અનુસાર દેના બેંકના ડીજીએમ દ્વારા દાખલ
કરવામાં આવેલી ફરિયાદને આધારે સીબીઆઇએ એફઆઇઆર દાખલ કર છે. દેના બેંંકે પોતાની
ફરિયાદમાં જણાવ્યું હતું કે કંપની અને તેના ડાયરેક્ટરોએ છેતરપિંડી કરીને લોન લીધી
હતી.ઇડીએ આરોપ મૂક્યો છે કે કંપની અને તેના ડાયરેક્ટરોએ દેના
બેંક પાસેથી ઉપકરણો ખરીદવા માટે ૪૫ કરોડ રૃપિયાની લોન લીધી હતી. જો કે કંપનીના
ડાયરેક્ટરોએ લોનની આ રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો હતો.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.