અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે જે.પી.જાડેજા ની વરણીનૅ જસદણ વિછીયા આટકોટ સાણથલી દડવા સહિતના પત્રકારૉ દ્વારા આવકાર - At This Time

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે જે.પી.જાડેજા ની વરણીનૅ જસદણ વિછીયા આટકોટ સાણથલી દડવા સહિતના પત્રકારૉ દ્વારા આવકાર


અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે જે.પી.જાડેજા ની વરણીનૅ જસદણ વિછીયા આટકોટ સાણથલી દડવા સહિતના પત્રકારૉ દ્વારા આવકાર

કરણી સેના નાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા જે.પી.જાડેજા નાં પ્રવેશ થી સંગઠન ને વધુ મજબૂતી મળશે : જિજ્ઞેશ કાલાવડિયા

રાજકોટ : સમાજ સેવા ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું નામ અને તમામ સમાજ અને કોમ માં લોકપ્રીય એવાં રાષ્ટ્રીય કરણી સેના નાં ઉપાધ્યક્ષ જે. પી. જાડેજા ની દેશનાં સૌથી વિશાળ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) માં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે વરણી કરવામાં આવી છે.
આજરોજ રાજકોટ શહેરનાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા જે. પી. જાડેજા જી નાં પદ ગ્રહણ સમારોહ માં વક્તવ્ય આપતા સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષો થી રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને હવે દેશભરમાં કરણી સેના નાં માધ્યમ થી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા નાં ધ્યેય સાથે કાર્યરત જે. પી. જાડેજા નાં સંગઠન માં સામેલ થવાથી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ને રાષ્ટ્રીય સ્તરે મજબૂતી મળશે. જે. પી. જાડેજા નાં ટૂંકા નામથી પ્રચલિત જયદેવસિંહ જાડેજા એ પણ તેમની કારકીર્દિ વિધાર્થી આગેવાન અને પત્રકાર તરીકે શરૂ કરી હતી. રાજકોટના ખૂબ જાણીતાં દૈનિક માં પત્રકાર તરીકે જોડાયા બાદ તેઓ મેડિકલ અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નાં વ્યવસાય માં આગળ વધ્યા હતા. સાયન્સ ગ્રેજ્યુએટ એવા જે. પી. જાડેજા સૌરાષ્ટ્ર ની અનેકવીધ સેવા સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રક્તદાન અને માનવતા વાદી પ્રવૃત્તિ ઓનાં માધ્યમ થી તેઓએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કર્યા બાદ ક્ષત્રિય સમાજ ની જાણીતી સંસ્થા ગુજરાત રાજપૂત યુવા સંઘ માં વર્ષો સુધી રાજકોટ શહેરનાં અઘ્યક્ષ તરીકે રહીને લગ્ન પરિચય મેળા, સમૂહ લગ્નોત્સવ, રક્તદાન કેમ્પ, આરોગ્ય કેમ્પ, નશા મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ ચલાવી હતી. કરણી સેના ને રાષ્ટ્રીય સ્તરે અને ખાસ ગુજરાત પ્રદેશમાં પ્રચલિત કરી તેની ઓળખ સ્થાપિત કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે અને હાલ રાષ્ટ્રીય સ્તરે તેઓ કરણી સેના નાં ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. પત્રકારત્વ ક્ષેત્રમાં તેઓ છેલ્લા 10 વર્ષથી ચક્રવાત મીડિયા ગ્રુપ માં એસોસિયેટ એડિટર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ હાલ જયારે દેશનાં 20 થી વધું રાજ્યોમાં પગ પેસારો કરી ચૂકી છે અને પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે દેશભરમાં અભિયાન ચલાવી રહેલ છે ત્યારે જે. પી. જાડેજા જેવાં કર્મ નિષ્ઠ અને લડાયક સામાજિક આગેવાન નાં પ્રવેશ થી સંગઠન ને વધું મજબૂતી સાથે આગળ વધારી શકીશું તેવો આશાવાદ જિજ્ઞેશ કાલાવડીયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે જે. પી. જાડેજા દ્વારા સંગઠ્ઠન માં તેમના પદ ગ્રહણ બાદ ઉપસ્થિત રાજકોટ શહેરનાં પત્રકાર મિત્રો ને એવી સ્પષ્ટ બાહેંધરી આપવામા આવી હતી કે પત્રકારો નાં ન્યાયિક અને યોગ્ય મુદ્દાઓ માં તેઓ કાયમ તેમની સાથે ઉભા રહેશે. તેઓએ પત્રકારો ને તેમની શક્તિ પિછાણી ને કોઈ સ્થાપિત હિતો ની પરવા કર્યા વગર આમ જનતા નાં પ્રશ્નો ઉજાગર કરવા અપિલ કરી હતી. પત્રકારો નાં વ્યક્તિગત પ્રશ્નો માં પણ સંગઠ્ઠન દ્વારા જરૂરી મદદ કરવા માં આવશે અને પત્રકાર કલ્યાણ નિધી દ્વારા સમગ્ર પત્રકારો કે જે સંગઠન સાથે જોડાયેલા છે તેઓને ઇમરજન્સી સમયે આર્થિક સહાય આપવાનું પણ તેમણે સૂચન કર્યું હતું. આવનારાં સમય માં પત્રકારો પારિવારિક માહોલમાં એકબીજા સાથે લાગણી થી જોડાઈ તે બાબત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો જૅ,પી,જાડેજા ની વરણીનૅ જસદણ વિછીયા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતી ઍ બી પી ઍસ ઍસ પ્રમુખ બીજલભાઇ ભૅસજાળીયા રાજકોટ જિલ્લા પ્રમુખ દિપકભાઈ રવિયા પ્રદૅશ ઉપાધ્યક્ષ નરૅશભાઇ ચૉહલીયા સહીત જસદણ વિછીયા આટકોટ સાણથલી મૉટા દડવા સહિત તમામ પત્રકારૉ ઍ જૅ પી જાડૅજા સાહેબનૅ આવકારીનૅ અભીનંદન પાઠવ્યા છૅ.

રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.