વેરાવળ: ૪ નવી એસ.ટી લક્ઝરી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dz3rvklcud2xa5a4/" left="-10"]

વેરાવળ: ૪ નવી એસ.ટી લક્ઝરી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ


મુસાફરોને માહિતી મળી રહે તે માટે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ પણ કાર્યરત

------

ગીર સોમનાથ.તા.૧૬: વેરાવળ એસ.ટી. બસ સ્ટેન્ડથી ૪ નવી લક્ઝરી બસોને તાલાલાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર દયારામભાઇ મેસવાડિયા અને ઉપસ્થિત યુનિયના સભ્યો અને એસટી કર્મીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે, તા.૧૩ ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતેથી સવારે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એસ.ટી નિગમને સ્લીપર તેમજ ૨×૨ લકઝરી પ્રકારની નવીન ૧૫૧ બસો ફાળવેલ હતી. જેમાં વેરાવળ ડેપોને ૪ બસો અંતર્ગત ર-સ્લીપર કોચ તેમજ ૨-લકઝરી બસો ફાળવાઈ છે. અલગ અલગ રૂટ માટે આ બસનો ઉપયોગ કરવામાં આવશે જેથી મુસાફરોએ આ સેવાનો લાભ લેવા અને બસનું જતન કરવા અપીલ પણ કરી હતી. આ ઉપરાંત બસસ્ટેન્ડમાં મુસાફરોને માહિતી મળી રહે તે માટે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]