બોટાદ રેલ્વેસ્ટેશન રોડ, ઝવેરી જીન ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત - At This Time

બોટાદ રેલ્વેસ્ટેશન રોડ, ઝવેરી જીન ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત


બોટાદ રેલ્વેસ્ટેશન રોડ, ઝવેરી જીન ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત

શોષિત હિંસાગ્રસ્ત મહિલાઓને એક જ સ્થળે મળશે તમામ પ્રકારની મદદ ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલીત સખી વન સ્ટોપ માર્ચ ૨૦૧૯ થી બોટાદ જિલ્લામાં કાર્યરત છે.ચાલુ માસના તેમજ સેન્ટરની શરૂવાતનાં ૮૨૮ કેસો માં મહિલાઓને સખી વન સ્ટોપ દ્વારા હંગામી આશ્રય,તબીબી સહાય,પરામર્શ,કાયદાકિય માર્ગદર્શન પૂરું પાડેલ છે.સખી વન સ્ટોપ સેન્ટરમાં ચાલુ માસ દમિયાન ઘરેલૂ હિંસાગ્રસ્ત મહિલા જેઓ વલ્લભીપુર પોલીસ સ્ટેશન દ્વારા રાત્રે આશ્રય માટે આવેલ હિંસાગ્રસ્તમહિલા બોટાદ જિલ્લાના વતની હોવાથી મોકલેલ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે લગ્ન જીવનને સાત વર્ષ નો સમય થયો છે.મહિલાને પતિ દ્વારા શારિરીક માનસિક ત્રાસ આપતાં હોય જેથી સેન્ટર દ્વારા મહિલાનાં હિતને ઘ્યાનમાં રાખીને બંને પક્ષોનું સેન્ટરનાં કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરી ઘરેલુ હિંસા અધનિયમ અંગે યોગ્ય માર્ગદર્શન આપેલ શરતી સમાધાન થતાં મહિલા નું પતિનાં ઘરે પુનઃ સ્થાપન કરાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.