વીંછીયા મોટા માત્રા ગામે LCB ની રેડ દરમિયાન જુગાર રમતા 3 લોકોની ધરપકડ રૂપિયા 116500 મુદ્દામાલ જપ્ત કર્યો હતો - At This Time

વીંછીયા મોટા માત્રા ગામે LCB ની રેડ દરમિયાન જુગાર રમતા 3 લોકોની ધરપકડ રૂપિયા 116500 મુદ્દામાલ જપ્ત કર્યો હતો


વીંછીયા મોટા માત્રા ગામે LCB ની રેડ દરમિયાન જુગાર રમતા 3 લોકોની ધરપકડ રૂપિયા 116500 મુદ્દામાલ જપ્ત કર્યો હતો
વિંછીયા ના મોટા માત્રા ગામે LCB ની રેડ દરમિયાન જુગાર રમતા 3 લોકોની ધરપકડ રૂપિયા રૅ116500 મુદ્દામાલ જપ્ત આજરોજ એલ.સી.બી. શાખાના પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી નાઓની સંયુકત બાતમી આધારે વિછીંયા પો.સ્ટે.મોટા માત્રા ગામ ની સીમમાં જુગાર ચાલતો હોવાની હકિકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા છ ઇસમો તીનપતી નો જુગાર રમતા હોય જેમાથી ત્રણ ઇસમો પકડાય જઇ અને ત્રણ ઇસમો નાશી ગયેલ હોય જે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૧) હરેશભાઇ ઉર્ફે હસો દયાશંકરભાઇ પંડયા જાતે.બ્રાહમણ ઉ.વ.૪૮ ધંધો-ડ્રાઇવીંગ રહ.વિછીંયા સત્યજીત

સોસાયટી જી.રાજકોટ

(૨) બટુકભાઇ નવીનભાઇ પંડયા જાતે.બ્રાહમણ ઉ.વ.૪૩ ધંધો.કર્મકાંડ રહે.જસદણ લાંતી પ્લોટ તા.જસદણ જી.રાજકોટ

(૩) આકાશ મનોજભાઇ રાઠોડ જાતે.દે.પુ.ઉવ.૧૯ રહે.રાજકોટ બાપા સીતારામ ચોક નવા થોરાળા મેઇન રોડની બાજુમાં

(૪) વિક્રમભાઇ લાભુભાઇ રાઠોડ જાતે.દેવીપુજક રહે.રાજકોટ બાપા સીતારામ ચોક નવા થોરાળા મેઇન રોડની બાજુમાં
(૫) સુરેશ ઉર્ફે બોબી લેલા રહે.જસદણ

(૬) મહેશ ઉર્ફે મલુ રહે.નાનામાત્રા તા.વિછીયા રાજકોટ

આરોપી નં ૪, ૫, ૬ પકડવા પર બાકી.

કબજે કરેલ મુદામાલ

(૧)રોકડ રકમ રૂ.૨૧,૫૦૦/-તથા

(૨) મો.સા.નંગ-૪ કિ.રૂ.૮૦૦૦૦/-તથા

(૩)મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫૦૦૦/

એમ કુલ મુદામાલ કિ.રૂ.૧,૧૬,૫૦૦/- કામગીરી કરનાર ટીમ:- પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ. શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ.મહેશભાઇ જાની તથા પો.હેઙ.કોન્સ. જયુભા વાઘેલા પો.હેડ.કોન્સ. અનિલભાઇ ગુજરાતી
પો.હેડ.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા,
રીપોર્ટ રસીક વિસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.