સાયલા પંથકમાં વાહનોની સાત ચોરેલી બેટરી સાથે શખ્સ ઝડપાયો - At This Time

સાયલા પંથકમાં વાહનોની સાત ચોરેલી બેટરી સાથે શખ્સ ઝડપાયો


સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોમાંથી બેટરી ચોરી થવાની ફરિયાદો ઉઠી હતી . તેના પગલે સાયલા પોલીસે બેટરી ચોરીના ગુના શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં અને બાતમીદારોને કામે લગાડ્યા હતાં તે દરમિયાન બાતમીના આધારે આરોપી મહેબુબભાઇ અલ્લાઉદ્દીન ભાઈ બાકરોડિયા ( રહે . રાજકોટ મોહમદી બાગ ) ને ઝડપી લઇ આકરી પૂછપરછ કરતા તેણે બેટરીઓ ચોરી હોવાની કબુલાત કરી હતી . બે ડમ્પર તેમજ અન્ય પાંચ વાહનોમાંથી અલગ અલગ કંપની રૂપિયા ૩૨ હજારની કુલ સાત બેટરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે . જાહેર જગ્યા પરથી પાના પકડ વડે રોડ સાઈડમાં પડેલા તેમજ અવાવરું જગ્યાએ પડી રહેલા વાહનોમાંથી બેટરીઓ કાઢી લેતો હોવાનું આરોપીએ પોલીસ સમક્ષ કબુલ કર્યુ હતું . પોતાના મોજ શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચઢ્યો હતો . ચોરી કરેલી બેટરી ભંગારવાળાને ત્યાં વેચી દઇ તેના શોખ પુરા કરતો હોવાનું પણ તેણે જણાવ્યું હતું . તેના આધારે કયા કયા શહેર અને વિસાતરમાંથી કેટલા વાહનની બેટરીઓ ચોરી કરી હતી તે અંગે વધુ પૂછપરછ સાયલા પોલીસે હાથ ધરી છે .

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon