ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો “સશકત અને સુપોષિત કિશોરી મેળો” યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dshb1kckhwxktkhf/" left="-10"]

ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો “સશકત અને સુપોષિત કિશોરી મેળો” યોજાયો


ગોધરા

પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ શાખાના સંયુક્ત ઉપક્રમે “બેટી બચાવો બેટી પઢાવો” તેમજ પૂર્ણા યોજના હેઠળ મોરવા(હ) ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો “સશકત અને સુપોષિત કિશોરી મેળા”નું આયોજન ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કિશોરીઓને અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને પૂર્ણા શિલ્ડ, પૂર્ણા કપ તથા આઈ.ટી.આઈ અને શાળા પ્રવેશ કરેલ કિશોરીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કિશોરીઓને મહિલાલક્ષી કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી અપાઈ હતી. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન માલીવાડ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેનશ્રી વિક્રમભાઈ ડિંડોર,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી, મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ,મામલતદારશ્રી સહિત સબંધીત વિભાગના વડાઓ અને મોટી સંખ્યામા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર,વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]