સાયલા માં શ્રી રામ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્યાતિભવ શોભાયાત્રા કાઢવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dsealtv9fqbnjrno/" left="-10"]

સાયલા માં શ્રી રામ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્યાતિભવ શોભાયાત્રા કાઢવામાં આવી


સાયલા માં શ્રી રામ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્યાતિભવ શોભાયાત્રા કાઢવામાં આવી

થોડા દિવસોમાં જ અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે દરેક ભારતીય લોકોના હૃદય માં શ્રી રામ રમી રહ્યા છે. ગામડા તથા શહેરોમાં ઉત્સવો ઉજવાય રહ્યા છે. ત્યારે સાયલા માં વિશ્વ હિન્દુ પરિષદ સાયલા, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાયલા તથા સરપંચ શ્રી ગ્રામ પંચાયત સાયલા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બાળકોને શ્રી રામ, લક્ષમણ જાનકી, હનુમાનજી ભરત, શત્રુઘ્ન બનાવીને બહેનોએ કળશ મસ્તક પર લઈને ધૂન બોલતા બોલતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા નું સાયલામાં જૂના બસસ્ટેન્ડ પ્રસ્થાન કરી ને લાલજીમહારાજ ના મંદિર થી ચરમાળીયા મંદિરે પુર્ણાહુતી કરી હતી.
સાયલા ના દરેક સંસ્થા, મંદિરો ના મહંત પૂજારી, આગેવાનો, વેપારીમંડલ, આર.એસ.એસ.ના લોકો જોડાયા હતા, વધુમાં શ્રી રામ ભગવાનની નીકળેલી શોભાયાત્રા ને મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમાજ શોભાયાત્રામાં પણ જોડાયા હતા. સાયલા માં કાયમ હિન્દુ-મુસ્લિમ એકતા થી કાર્ય થઈ રહ્યા છે ભાઈચારા ની ભાવના સાથે એકબીજાના તહેવારો માં ભેગા મળી ને ઉજવે છે.
લાલજીમહારાજ ના મંદિર દ્વારા શોભાયાત્રાને સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી રામજી ભગવાનનો ફોટો અર્પણ કરવામાં આવ્યો હતો.સાયલા ના દરેક સમાજ માં ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]