કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ ઉપર સુકો-ભીનો કચરો અલગ કરાતો નથી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dry-wet-waste-is-not-segregated-at-the-corporations-dumping-site/" left="-10"]

કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ ઉપર સુકો-ભીનો કચરો અલગ કરાતો નથી


વર્ગીકૃત કચરો સ્વિકારવાની પદ્ધતિને વર્ષ વિત્યું છતાંનાગરિકો છુટો પાડીને આપે છે તે કચરો ડમ્પિંગ સાઇટ ઉપર ભેગો કરી દેવાથી અભિયાનનો કોઇ અર્થ સરતો નથીગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્થાપના દિવસથી સુકો
અને ભીનો કચરો અલગ અલગ સ્વિકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ મામલે વિવાદ
પણ થયો હતો અને હવે નાગરિકો પોતાના ઘરેથી સુકો અને ભીનો કચરો અલગ અલગ કરીને આપે છે
તેમ છતા ડમ્પીંગ સાઇટ ઉપર તેને વર્ગીકૃત રાખવાની કોઇ જ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી
જેના પગલે વર્ગીકૃત કચરા અભિયાનનો કોઇ અર્થ સરતો જ નથી.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં સોલીડ
વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવા વસાહતીઓને સુચના
આપવામાં આવી હતી અને વર્ગીકૃત કરેલો કચરો નહીં આપનાર વસાહતીઓનો કચરો પણ
સ્વિકારવામાં આવતો ન હતો આ મામલે ભારે વિવાદ થયા બાદ નાગરિકોએ પણ વર્ગીકૃત કચરો
આપવાનું શરૃ કરી દીધું હતું.હાલ ગાંધીનગર શહેર અને નવા વિસ્તારમાં ડોર ટુ ડોર
ગાર્બેજ કલેક્શન કરતા વાહનોમાં સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવામાં આવે છે જો કે, મહાનગરપાલિકાની
ડમ્પીંગ સાઇટ ઉપર આ વર્ગીકૃત થયેલા કચરાના નિકાલ માટેની કોઇ જ વ્યવસ્થા નહીં
હોવાને કારણે સુકો અને ભીનો કચરો સાથે જ ઠલવી દેવામાં આવે છે જેના કારણે સોલીડ
વેસ્ટ મેનેજમેન્ટ એક્ટના નિયમોનું પાલન પણ થતું નથી અને વસાહતીઓ દ્વારા આપવામાં
આવતા વર્ગીકૃત કચરાનો કોઇ સાર પણ નિકળતો નથી. ગાંધીનગર શહેરમાં હાલ ૧૩૦ ટન કરતા
વધુ કચરો રોજીંદો નિકળી રહ્યો છે જેમાં ૨૦ ટન કરતા વધુ ભીનો કચરો હોય છે. આગામી
દિવસમાં ડમ્પીંગ સાઇટ ઉપર આ સુકા અને ભીના કચરાની નિકાલની વ્યવસ્થા નહીં ગોઠવવામાં
આવે તો કચરાનો ડુંગ્ગર સતત વધતો જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]