ન્યૂડ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી કોન્ટ્રાક્ટરનું યુવતી પર દુષ્કર્મ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/drcnvzjac8cpicwx/" left="-10"]

ન્યૂડ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી કોન્ટ્રાક્ટરનું યુવતી પર દુષ્કર્મ


કામ અપાવી દેવાના બહાને યુવતીને બોલાવી શિકાર બનાવી

આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાયો, લેબર કોન્ટ્રાક્ટર સકંજામાં

શહેરમાં એક વિસ્તારમાં રહેતી યુવતીને આજી ડેમ પાસે કારખાનામાં કામ અપાવાના બહાને બોલાવી લેબર કોન્ટ્રાક્ટરે ફસાવી ન્યૂડ વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી કારખાને બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ પૂછતાછ કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક વિસ્તારમાં રહેતી અને કારખાનામાં મજૂરીકામ કરતી યુવતીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે લેબર કોન્ટ્રાક્ટર લોકેશ નામના શખ્સનું નામ આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]