રાજકોટના વાવડીમાં કોમર્શિયલ શેડ પર કલેક્ટર તંત્રનું બૂલડોઝર ફર્યું, 7 કરોડની 700 વાર જમીન ખુલ્લી કરી - At This Time

રાજકોટના વાવડીમાં કોમર્શિયલ શેડ પર કલેક્ટર તંત્રનું બૂલડોઝર ફર્યું, 7 કરોડની 700 વાર જમીન ખુલ્લી કરી


રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કલેક્ટ૨ તંત્ર દ્વારા મોટાપાયે સરકારી જમીનો ઉપ૨ના દબાણો સાફ ક૨વામાં આવી ૨હ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ રાજકોટ જિલ્લા કલેક્ટ૨ અરૂણ મહેશ બાબુના ધ્યાને રાજકોટ જિલ્લામાં ઠેર-ઠેર સરકારી જમીન ઉપર થયેલા દબાણો ધ્યાનમાં આવ્યા હતા. આજે રાજકોટના વાવડીમાં કોમર્શિયલ શેડ પર કલેક્ટર તંત્રનું બૂલડોઝ ફરી વળ્યું હતું. જેમાં 7 કરોડની 700 વાર જમીન ખુલ્લી કરી હતી.

કલેક્ટરે તાત્કાલિક અસરથી દરેક મામલતદારોને આવી જમીનોનો સર્વે કરી અને દબાણો હટાવા માટે તાકીદ કરવામાં આવેલ હતી. કલેક્ટરની આ સુચના અનુસા૨ આજરોજ રાજકોટ તાલુકા મામલતદા૨ કરમટાએ પણ રાજકોટ તાલુકાના વાવડી ગામનાં સર્વે નંબર 15-16માંથી દબાણ હટાવી અંદાજે રૂ.7 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.