વાવ તાલુકાના અસારા ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dmo3ki0qtyftyklg/" left="-10"]

વાવ તાલુકાના અસારા ખાતે 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના અસારા ખાતે 2023ના 74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અસારા ગામ તથા અસારા વાસ સંયુક્ત પ્રાથમિક શાળા મા હષૅ ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેટી બચાવો બેટી પઢાઓ વિષયે અને દિકરી ભણાવો દિકરી ની સલામ દેશ કે નામ અભિયાન અંતર્ગત અસારા ગામ તથા વાસ માં પ્રજાસત્તાક દિન ઊજવાયો હતો
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ના સરહદી વિસ્તારમાં આવેલા અસારા ખાતે 74 માં પ્રજાસત્તાક દિન અસારા ગામ તથા અસારા વાસ પ્રાથમિક શાળા માં હષૅભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજ ફરકાવી ભારતીય શાન બાન ને આન એવા તિરંગાને સન્માન સાથે સલામી આપી કાર્યક્રમની શરૂઆત થઈ હતી જેમાં આસારાગામ તથા અસારા વાસ સરપંચ શ્રીઓ તથા શાળા પ્રમુખ તથા અસારા ગામ તથા વાસ ના એસ એમ સી અધ્યક્ષ શ્રી ઓ  હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું  ત્યારે સંચાલન અને સંકલન અસારા ગામ આચાર્ય શ્રી વિજયભાઇ ત્રિવેદી તથા અસારા વાસ ના આચાર્ય તથા બંને શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં હતું સાથે તમામ આસારા ગામ તથા વાસ ના વાલિઓ તથા શિક્ષક મિત્રો દ્ગારા તિરંગા ને સલામિ આપી દેશ ના સહીદ જવાનો તથા દેશ માટે જેણે બલિદાન આપ્યું છે તેવા ભારતીય યુવાનો અને સ્વતંત્ર સેનાની ઓને યાદ કરી પુષ્પ રૂપી શ્રદ્ધાંજલિ આપી શહિદ જવાનો ને યાદ કર્યા હતા અને સાથે વિદ્યાથી બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિદ્યાથીઓ દ્રારા અલગ અલગ દેશ ભક્તિ તથા સાંસ્કૃતિક પાત્રો ભજવવામાં આવ્યા અને રાષ્ટ્ર ગિત દેશ ભક્તિ ગીતો સાથે ભારતીય પરંપરામાં મુજબ 74 માં પ્રજાસત્તાક દિનની હષૅ ઉલ્લાસ ભેર ઊજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રમમા બાળકોએ ભાગ લીધો હતો તે તમામ બાળકોને અસારા વાસ સરપંચ બબાજી રાજપૂત દ્રારા પ્રોત્સાહિત ઇનામ આપી તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ વાવ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]