રેલ્વે કોમર્શિયલ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટીમ અમદાવાદ રેલ્વે ડિવિઝન ના કેટલાક સ્ટેશને આકસ્મિક મુલાકાત. - At This Time

રેલ્વે કોમર્શિયલ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટીમ અમદાવાદ રેલ્વે ડિવિઝન ના કેટલાક સ્ટેશને આકસ્મિક મુલાકાત.


અમદાવાદ રેલ્વે ડિવિઝન ના કેટલાક મુખ્ય સ્ટેશન ઉપર કોમર્શિયલ વિભાગ ના ઉચ્ચ અધિકારી મા.તરૂણ જૈન સાથે તેમની ટીમ દ્વારા આજ તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ અમદાવાદ રેલ્વે ડિવિઝન ના મણિનગર રેલ્વે સ્ટેશને આકસ્મિક મુલાકાત અર્થે પહોચ્યા હતા અને મણિનગર રેલ્વે સ્ટેશન ચાલતા કામ ની માહિતી મેળવી કામ ની સમીક્ષા કરતા જોવા મળ્યા હતા સાથે અધિકારી દ્વારા મણીનગર રેલ્વે કર્મચારીઓ ને જરૂરી માગૅદશૅન કર્યું હતું,

રેલ્વે કોમર્શિયલ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટીમ મણિનગર રેલ્વે સ્ટેશન ઉપર પહોંચી તે સમયે મણિનગર સ્ટેશન ના ડે.સ્ટેશન પ્રબંધક, ( RPF) રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ના કર્મચારીઓ, ટિકીટ ચેકીંગ કરતાં કર્મચારીઓ, સામાન્ય ટિકીટ બારી ઉપર ટિકીટ નું બુકિંગ કરતાં કર્મચારી, રિઝર્વેશન ટિકિટ નું કામ કરતા કર્મચારીઓ, સફાઈ કર્મચારી, રાજકીય રેલ્વે પોલીસ ( G.R.P) ના કર્મચારીઓ સહિત તમામ રેલ્વે કર્મચારીઓ અધિકારી ના આકસ્મિક મણિનગર નગર રેલ્વે સ્ટેશને આગમન સમયે સિસ્ત બદ્ધ પોતાની કામગીરી કરતાં જોવા મળ્યા હતા,

અમદાવાદ રેલ્વે ડિવિઝન ના કોમર્શિયલ વિભાગ ના ઉચ્ચ અધિકારી મા.તરૂણ જૈન સહિત તેમની ટીમ મણિનગર સ્ટેશને થી નીકળી અમદાવાદ અને સાબરમતી રેલ્વે સ્ટેશન ની મુલાકાત લેશે એવી સૂત્રો દ્વારા માહિતી મળેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.