વડોદરા: "દેશમાં રહેવું હોય તો તિલકની જગ્યાએ ટોપી પહેરી લો" ભાજપ કોર્પોરેટરના મેસેજથી વિવાદ - At This Time

વડોદરા: “દેશમાં રહેવું હોય તો તિલકની જગ્યાએ ટોપી પહેરી લો” ભાજપ કોર્પોરેટરના મેસેજથી વિવાદ


વડોદરા,તા.2 ઓગષ્ટ 2022,મંગળવારભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર ગઈકાલના ગોત્રી તળાવ માંથી દેશી દારૂનો જથ્થો મળ્યો હતો તે સામે તેમણે દેશમાં રહેવું હોય તો તિલકની જગ્યાએ ટોપી પહેરી લો નો મેસેજ વાયરલ કરતા વિવાદ સર્જાયો છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના તળાવ ની ખુલ્લી જગ્યામાં કબ્રસ્તાન માં ગેરકાયદે બાંધી દીધેલી ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે જે દારૂનો જથ્થો રાખનાર હતા તેને શોધવાને બદલે પોલીસ જે  યુવકોએ દારૂનો જથ્થો પકડ્યો છે તેને પોલીસ હેરાન કરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ભાજપના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી પોલીસની કામગીરીની ટીકા કરી છે ત્યારે ભાજપમાં ચર્ચા નો વિષય બન્યો છે. ગઈકાલે ગોત્રી તળાવ પાસેના કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદે બનાવેલી કેબિન તોડવાની કામગીરી કરવામાં આવનાર હતા પરંતુ તે કેબિનમાંથી દેશી દારૂ ના બે પોટલા મળી આવ્યા હતા અને તેની જાણ પોલીસને થતા દોડધામ મચી ગઈ હતી અને ઓરડી તોડવાની પ્રક્રિયા મુલતવી રાખી હતી.ગઈકાલે દારૂનો જથ્થો ઝડપાયો તે બાદ પોલીસે કરેલી કામગીરીની ટીકા કરતી પોસ્ટ ભાજપના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર મૂકી છે જેમાં જણાવ્યું છે કે,આજે સાબીત થઈ ગયુ કે ,આ દેશ મા રહેવુ હોય તો તિલકની જગ્યા એ ટોપી પહેરીલો તોજ તમને ભારતીય ગણશે નહિ તો જે કબ્રસ્તાન મા દેશી દારુની પોટલીઓ જે હિંદુ દીકરાઓ એ પકડી એને જ પોલીસ પોતાને બચાવવા માટે ફિટ કરવા ના પ્રયત્ન નો કરતી. વડોદરા છે પોલીસ ખુબ મહેનત કરી રહિ છે એમને ગોતવા માટે જેમણે આ દારુ પકડ્યો છે નહિ કે જેમનો આ દારુ છે વાહ શુ કામગીરી છે વડોદરા શહેર પોલીસની. આ દેશ મા હજુ હિંદુ માતાઓ એ મદોં ને જન્મ આપવાનું બંધ નથી કરી દીધું એ યાદ રાખજો.ભાજપના કોર્પોરેટરે પોલીસની કામગીરીની ટીકા કરવાની સાથે સાથે ભારત દેશમાં રહેવું હોય તો તિલકને બદલે ટોપી પહેરજો તેમ જણાવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.અત્રે યાદ આપવું જરૂરી છે કે તાજેતરમાં પણ દારૂ વડોદરા શહેરમાંથી ઝડપાયા ના સમાચાર ની સાથે વોર્ડ નંબર એકના હોદ્દેદાર દ્વારા દારૂના દરોડા અંગે ના સમાચારની સાથે facebook પર સરકાર વિરુદ્ધના મેસેજ વાયરલ કરતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.એક બાજુ વોર્ડ નંબર એકના હોદ્દેદારે હાલની પરિસ્થિતિ અંગે સત્ય હકીકતના મેસેજ વાયરલ કર્યા હતો  તો બીજી બાજુ હવે વોર્ડ નંબર 10 ના ભાજપના કોર્પોરેટરે દેશમાં રહેવું હોય તો તિલક ની જગ્યાએ ટોપી પહેરી લો તો જ તમને ભારતીય ગણશે ના મેસેજથી ફરી એકવાર વિવાદ સર્જાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.