કોમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહૂતિ : ભારતના 22 ગોલ્ડ, 16 સિલ્વર, 23 બ્રોન્ઝ મેડલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/commonwealth-games-tally-indias-22-gold-16-silver-23-bronze-medals/" left="-10"]

કોમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહૂતિ : ભારતના 22 ગોલ્ડ, 16 સિલ્વર, 23 બ્રોન્ઝ મેડલ


- બેડમિંટનમાં ત્રણ ગોલ્ડ મેડલની સિદ્ધિ - ટેબલ ટેનિસમાં 40 વર્ષીય શરથ કમલે ગોલ્ડ જીત્યો : 2006થી 13 મેડલ જીતવાની સિદ્ધી : પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ઝળક્યાબર્મિંગહામ : ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ એમ કુલ 61 મેડલના આખરી સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.ભારતે આજે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. મહિલા સિંગલ્સમાં પી. વી. સિંધુએ, પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ૪૦ વર્ષની વયે ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં ૨૦૦૬માં તે બે ગોલ્ડ જીત્યો હતો. આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ ૧૩ મેડલ જીત્યા છે જે એક રેકોર્ડ છે.આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ભારતનો આજે મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી શરમજનક પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું. તેવી જ રીતે મહિલા ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. ગોલ્ડ મેડલ જીતવાની રીતે ભારતનો જો કે આ કોમનવેલ્થ દેખાવ શ્રેષ્ઠ નથી.  ૨૦૧૦માં ભારતે ૩૮, ૨૦૦૨માં ૩૦, ૨૦૧૮માં ૨૬, ૨૦૦૬માં ૨૨ અને હવે ૨૦૨૨માં પણ ૨૨ ગોલ્ડ મેડલ જીત્યા છે.મેડલ ટેબલ

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

કુલ

ઓસ્ટ્રેલિયા

૬૭

૫૭

૫૪

૧૭૮

ઈંગ્લેન્ડ

૫૭

૬૬

૫૩

૧૭૬

કેનેડા

૨૬

૩૨

૩૪

૯૨

ભારત

૨૨

૧૬

૨૩

૬૧

ન્યુઝીલેન્ડ

૨૦

૧૨

૧૭

૪૯

સ્કોટલેન્ડ

૧૩

૧૧

૨૭

૫૧

નાઈજીરિયા

૧૨

૦૯

૧૪

૩૫

વેલ્સ

૦૮

૦૬

૧૪

૨૮

સા.આફ્રિકા

૦૭

૦૯

૧૧

૨૭

મલેશિયા

૦૭

૦૮

૦૮

૨૩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]