એશિયા કપ માટેની ભારતીય ટીમ જાહેર : ઈજાગ્રસ્ત બુમરાહને આરામ - At This Time

એશિયા કપ માટેની ભારતીય ટીમ જાહેર : ઈજાગ્રસ્ત બુમરાહને આરામ


નવી
દિલ્હી, તા.૮યુએઈમાં
રમાનારા એશિયા કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને
ઓપનિંગ બેટ્સમેન કે.એલ. રાહુલે પુનરાગમન કર્યું હતુ. જ્યારે ઈજાના કારણે જસપ્રીત
બુમરાહ અને હર્ષલ પટેલને આરામ આપવામાં આવ્યો હતો. યુએઈમાં તારીખ ૨૭મી ઓગસ્ટથી ૧૧
સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ ટી-૨૦ના ફોર્મેટમાં રમાશે. જેમાં ભારત ૨૮મી ઓગસ્ટે
સૌપ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.બુમરાહને
પીઠની ઈજા સતાવી રહી છે. આગામી ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ
તેને આરામ આપ્યો હતો. ચીફ સિલેક્ટર અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચેતન શર્માની આગેવાની
હેઠળની બીસીસીઆઇની પસંદગી સમિતિની મિટિંગમાં એશિયા કપ માટેની ટી-૨૦ ટીમ અંગે
નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે ત્રણ ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે પસંદ કર્યા છે.
જેમાં શ્રેયસ ઐયર, અક્ષર પટેલ અને દીપક ચાહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના
ગૂ્રપમાં બે ક્વોલિફાયર્સ પણ પ્રવેશશે. ત્યાર બાદસુપર ફોરમાં ગૂ્રપ મેચ રમાશે અને
૧૧ સપ્ટેમ્બરે સુપર ફોરની બે ટીમ વચ્ચે ફાઈનલ રમાશે.

એશિયા
કપ માટેની ભારતીય ટીમ : રોહિત (કેપ્ટન),
રાહુલ (વાઈસ કેપ્ટન), કોહલી, સૂર્યકુમાર, હૂડા, પંત
(વિ.કી.), ડી.કાર્તિક (વિ.કી.), હાર્દિક
પંડયા, જાડેજા, આર.અશ્વિન, ચહલ, બિશ્નોઈ, બી.કુમાર,
અર્ષદીપ અને અવેશ ખાન.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon