સુદામડાની શ્રીમતી ડી. પી. શાહ હાઇસ્કૂલમાં ભારતીય માનક બ્યુરો દ્વારા સંચાલિત સ્ટાન્ડર્ડ ક્લબની પ્રવૃત્તિ કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cny02lvt6veeuiwa/" left="-10"]

સુદામડાની શ્રીમતી ડી. પી. શાહ હાઇસ્કૂલમાં ભારતીય માનક બ્યુરો દ્વારા સંચાલિત સ્ટાન્ડર્ડ ક્લબની પ્રવૃત્તિ કરવામાં આવી.


સાયલા ના સુદામડા માં શ્રીમતી ડી. પી. શાહ હાઇસ્કુલ ખાતે ભારતીય માનક બ્યૂરો સંસ્થા દ્વારા ધોરણ લેખન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય માનક બ્યુરો સંસ્થા-રાજકોટ શાખા ૨ ના અધિકારી સુમિતભાઈ ગજ્જરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમણે ભારતીય માનક બ્યુરોનો વિસ્તૃત પરિચય, તેનું કાર્યક્ષેત્ર વગેરેની ઊંડી માહિતી વિદ્યા ઉપાસક ભાઈઓ-બહેનોને આપી હતી. ઉપરાંત ૬૦ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોલપેન ની બનાવટના માપદંડો વિશે વિચારો અભિવ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થીઓને ભારતીય માનક બ્યુરોની કામગીરીથી વધુ માહિતગાર કરવા શાળાના સ્ટાફમિત્રો દ્વારા વિડીયો પ્રોજેકટર તેમજ પી.પી.ટી.નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્પર્ધાના અંતે પ્રથમ ચાર નંબરને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય હિતેષભાઈ ઠાકર, સ્ટાન્ડર્ડ ક્લબ મેન્ટર ડૉ. યોગેશભાઈ સંઘાણી, કાર્યક્રમ સંચાલક હકીમભાઈ કારીયાણીયા તેમજ સમગ્ર સ્ટાફમિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]