ગોધાણી સ્કૂલ એ શિક્ષણ સાથે સંસ્કારનું ગુરુકુળ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વૈદિક સંસ્કૃતિના પાઠ બાળપણ મળે એ જ રાષ્ટ્રની ધરોહર બને છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગોધાણી સ્કૂલના આ અયોધ્યોત્સવ થકી બાળકોમાં રામરાજના સંસ્કારો રોપશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  વિધાર્થીઓ અને દેશવાસીઓમાં શ્રીરામના ગુણોનું અવતરણ થવું જોઈએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત    વેડ ગામ સ્થિત શ્રીજી ફાર્મ ખાતે વાર્ષીકોત્સવ ૨૦૨૪ - At This Time

ગોધાણી સ્કૂલ એ શિક્ષણ સાથે સંસ્કારનું ગુરુકુળ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વૈદિક સંસ્કૃતિના પાઠ બાળપણ મળે એ જ રાષ્ટ્રની ધરોહર બને છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગોધાણી સ્કૂલના આ અયોધ્યોત્સવ થકી બાળકોમાં રામરાજના સંસ્કારો રોપશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  વિધાર્થીઓ અને દેશવાસીઓમાં શ્રીરામના ગુણોનું અવતરણ થવું જોઈએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત    વેડ ગામ સ્થિત શ્રીજી ફાર્મ ખાતે વાર્ષીકોત્સવ ૨૦૨૪


સુરતના વેડ ગામ સ્થિત શ્રીજી ફાર્મ, વેડ રોડ ખાતે વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ-‘અયોધ્યોત્સવ-૨૦૨૪’ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન, પરિવારભાવનાનું મહત્વ જ્ઞાન સાથે રામનું સમજાવ્યું હતું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા.
વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના અયોધ્યોત્સવ-૨૦૨૪ માં પ્રોગ્રામ સ્થળે રામયજ્ઞની આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ૫૦૦૦ થી વધારે વાલીઓએ યજ્ઞમાં આહુતિ આપીને અયોધ્યોત્સવમાં ભાગ લીધો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથે સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ૫૦૦૦ દિવડા પ્રગટાવીને સ્વાગત કરવામાં આવ્યું.
વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના અયોધ્યોત્સવ-૨૦૨૪માં ૧૬૦૦ વિધ્યાર્થીઓએ રામાયણ, મહાભારત, કૃષ્ણલીલા ની સાથે સતયુગ.. ત્રેતાયુગ.. દ્વાપર યુગ.. કળીયુગ ને ધ્યાનમાં રાખીને રામમંદિર અને અયોધ્યાનું મહત્વ દર્શાવતી એક થી એક ચઢિયાતી કૃતિ કળા સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. ખાસ નોંધનિય બાબત તો એ હતી કે, સ્કૂલના ૧૦૦ એ ૧૦૦ ટકા વિધ્યાર્થીઓ અયોધ્યોત્સવ ભાગ લીધો. સાથે સાથે વાલીઓની કૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
અયોઘ્યા મંદિર માટે સૌને શુભકામનાઓ આપતા આચાર્ય દેવવ્રતજીએ કહ્યુ કે, તા - ૨૨ મી ડીસેમ્બર એટલે માત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નહિ પણ ભારતની સાંસ્કૃતિક આધ્યાત્મિક સ્થાપનાનો દિવસ હતો. વિદ્યાર્થીઓમાં રામના ગુણોનું અવતરણ થાય એવી ભાવના મંચ પરથી પ્રગટ કરી હતી.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશના કરોડો નાગરિકોની આસ્થા શ્રી રામ સાથે જોડાયેલી છે. રામલલ્લા અયોધ્યા મંદિરમાં ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ બિરાજમાન થઈ ચૂક્યા છે, વડાપ્રધાન શ્રી અને ગુર્જરરત્ન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ ગુજરાત માટે ગૌરવપ્રદ ક્ષણ બની છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણની કરોડો ભારતીયોની અપેક્ષા પૂર્ણ થઈ છે. બાળકોને સંદેશ આપતા એમણે જણાવ્યું હતું કે, બાળક ભાષણથી નથી શીખતું પણ જોઈને શીખે છે. ઘરમાં માતા પિતાનું વર્તન વ્યવહાર એના જીવનમાં મહત્વનો રોલ ભજવે છે. રાજ્યના ગવર્નરે દેશના વિકાસના પણ ખુલ્લા દિલે વખાણ કર્યા હતા. એમણે કહ્યું કે ભારત ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે. દેશને વિશ્વગુરૂ બનાવવા માટે શિક્ષણ જ કારગર શસ્ત્ર છે જે વી.એન.ગોધાણી સ્કૂલમાં સંસ્કાર સાથે સેતુ બની રહ્યું છે.
આ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટી અને ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરીને રાજ્યપાલ સહિત સૌ આમંત્રિત મહેમાનોને આવકારીને ગોધાણી સ્કૂલના સિંધ્ધાંતોની છણાવટ કરતા કહ્યું હતું કે,
ખરેખર તો આ ગોધાણી આ સ્કૂલ માણસ બનાવવાનું કારખાનું છે. અહી પાઠ્ય પુસ્તકની સાથે સાથે જીવન ઉપયોગી તથા સામાજીક અને માનવીય મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતાનું સિંચન થાય છે. દર મહિનાના છેલ્લા સપ્તાહમાં સ્કૂલમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે-તે મહિનામાં વિદ્યાર્થીઓ આ યજ્ઞમાં બેસે છે, જેથી સંસ્કૃતિની સમજ બાળકોમાં કેળવાય. તેમજ સ્કૂલના તમામ બાળકો ગીતાના શ્લોક કડકડાટ બોલે છે એ અમારો ધ્યેય આજે વિશેષતા બન્યો છે. આ વખતે શાળાપરિવાર દ્વારા મહેમાનોને ‘રામચરિત માનસ ગ્રંથ અને રામમંદિરની પ્રતિકૃતિ” આપી સન્માન કરાયું હતું.
શ્રી ગોવિંદકાકા વધુમાં કહેલ કે, બાળપણમાં શીખેલા જીવન મૂલ્યો જ આખા જીવનનો આધાર બની રહે છે. જે આખી જિંદગી કામ આવે છે. આપણી આ સ્કૂલમાં શીક્ષણની સાથે ચારિત્ર્યનુ ઘડતર થાય. પ્રેક્ટિકલ નોલેજ સાથે સંસ્કાર સાથે આગવી કોઠા સૂઝ મળે તેવા પાઠ ભણાવવા એ અમારું લક્ષ્ય છે.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી, NCC કેડેટના સૂબેદાર મેજર મહેશ કુમાર પાટિલ, રામકૃષ્ણ ગ્રૂપના ચેરમેન અને અગ્રણી સમાજસેવક ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, નર્મદ યુનિ.ના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, વિનોદભાઈ ગોધાણી, શ્રેયાંસભાઈ ધોળકિયા, શ્રી અક્ષયભાઈ ધોળકિયા, વી.એન.ગોધાણી સ્કૂલના ડાયરેક્ટર ભાવેશભાઈ લાઠીયા સહિત ૬૦૦૦ વધારે સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.