CM હેમંત સોરેને ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- 'હું આદિવાસીનો દીકરો છું, ડર અમારા DNAમાં નથી' - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cm-hemant-soren-hits-out-at-bjp-said-i-am-a-tribals-son-fear-is-not-in-our-dna/" left="-10"]

CM હેમંત સોરેને ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- ‘હું આદિવાસીનો દીકરો છું, ડર અમારા DNAમાં નથી’


- અમારી સરકારને અસ્થિર કરવા ED, CBI, લોકપાલ અને આવકવેરા વિભાગનો દુરૂપયોગ કરી રહ્યા છે પરંતુ અમે આ અંગે ચિંતા કરતા નથી: હેમંત સોરેનલાતેહાર, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શુક્રવારે દાવો કર્યો હતો કે 'શૈતાની શક્તિઓ' તેમની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે 'તે તેમના લોહીના અંતિમ ટીપા સુધી લડશે'.મુખ્યમંત્રીએ મહુઆડાંડના ટૂટૂઆપાની ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પર આકરા પ્રહારો કરીને આરોપ લગાવ્યા છે કે, 'ભાજપના લોકો છેલ્લા 5 મહિનાથી મને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે'. તેઓ મારી વિરૂદ્ધ તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ દરેક વખતે નિષ્ફળ રહ્યા છે. - CM સોરેને ભાજપ પર પ્રહારો કર્યાઆ દરમિયાન CM સોરેને ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'હું આદિવાસીનો દીકરો છું. તેમની યુક્તિઓથી અમારો માર્ગ ક્યારેય બંધ થયો નથી અને અમે ક્યારેય આ લોકોથી ડર્યા નથી. અમારા પૂર્વજોએ પહેલેથી જ અમારા મનમાંથી ડર દૂર કર્યો છે. અમારા આદિવાસીઓના DNAમાં ડરની કોઈ જગ્યા નથી'.સોરેને આરોપ લગાવ્યા છે કે, તેઓ રાજકીય રીતે અમારી સાથે સ્પર્ધા કરવા સક્ષમ નથી અને અમારા હરીફો બંધારણીય સંસ્થાઓનો દુરૂપયોગ કરી રહ્યા છે. તેઓ અમારી સરકારને અસ્થિર કરવા ED, CBI, લોકપાલ અને આવકવેરા વિભાગનો દુરૂપયોગ કરી રહ્યા છે પરંતુ અમે આ અંગે ચિંતા કરતા નથી. અમને જનાદેશ વિરોધીઓ દ્વારા નહીં પરંતુ જનતા દ્વારા મળ્યો છે.CM હેમંત સોરેને વધુમાં કહ્યું હતું કે, અમે સત્તાના ભૂખ્યા નથી. અમે અહીં બંધારણીય વ્યવસ્થા હેઠળ માત્ર લોકોના કલ્યાણ માટે કામ કરવા માટે આવ્યા છીએ. શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે, દરેક વૃદ્ધ, વિધવા અને એકલી મહિલાને પેન્શન મળશે? તમારા બધાના આશીર્વાદથી આ શક્ય બન્યું છે.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ દુર્ભાગ્યની વાત છે કે વિશ્વ આદિવાસી દિવસ (9 ઓગસ્ટ)ના અવસર પર દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ દેશના આદિવાસી સમાજને શુભકામનાઓ આપવાનું યોગ્ય નહોતું માન્યું. તેમની નજરમાં આપણે આદિવાસી નહીં પરંતુ 'વનવાસી' છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]