દસની નોટની અછત અને સિક્કા ચાલતા નથી, રસ્તો કાઢવા વેપારીઓની એડી. કલેકટરને રજૂઆત - At This Time

દસની નોટની અછત અને સિક્કા ચાલતા નથી, રસ્તો કાઢવા વેપારીઓની એડી. કલેકટરને રજૂઆત


સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી રૂ.10ની ચલણી નોટોની ભારે અછત પ્રવર્તી રહી છે. જ્યારે બીજી તરફ ચલણમાં રહેલ ચલણી સિક્કા ચાલતા ન હોવાથી વેપારીઓ ભારે હેરાન પરેશાન બની રહ્યા છે. રૂ.10ની ચલણી નોટોની તંગીના કારણે વ્યવહારમાં વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે માથાકૂટ પણ થાય છે. તેમજ વેપારીઓને છૂટ્ટાના અભાવે આર્થિક નુકશાની પણ વેઠવી પડે છે. જેને લઈ શહેરના વિવિધ વેપારી એસોસીએશનના હોદેદારોએ ચલણી સિક્કા અને રૂ.10ની રદ્દી નોટો સાથે કલેકટર કચેરી ખાતે દોડી જઈ એડી.કલેકટર ચેતન ગાંધીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.