હિંમતનગર સિટીનાં તમામ કૂતરાઓને શેરીયે શેરીયે ફરી તમામ કૂતરાઓને દૂધ પીવડાવવામાં આવ્યું હતું - At This Time

હિંમતનગર સિટીનાં તમામ કૂતરાઓને શેરીયે શેરીયે ફરી તમામ કૂતરાઓને દૂધ પીવડાવવામાં આવ્યું હતું


સાબરકાંઠાના હિંમતનગર ખાતે બ્રહ્માણીનગરના રબારી સમાજની માનવતા મહેકી
આજ રોજ તા.૨૧/૦૯/૨૦૨૨ ના બુધવારના રોજ ગુજરાતના રબારી સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ડેરી ઉદ્યોગમાં દૂધ ના ભરવાવવું ત્યારે સાબરકાંઠા હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં બ્રાહ્મણીનગરના રબારી સમાજ દ્વારા કુંડા લાવી તમામ રબારી સમાજનુ દૂધ હિંમતનગર સિટીનાં તમામ કૂતરાઓને શેરીયે શેરીયે ફરી તમામ કૂતરાઓને દૂધ પીવડાવવામાં આવ્યું હતું ખરેખર બ્રાહ્મણીનગરના રબારી સમાજની આ કામગીરીને હિંમતનગર સિટીની જીવદયાપ્રેમી જનતા તેમજ વીર પ્રતાપ ફાઉ્ડેશનના અગ્રણી મીતુલભાઈ વ્યાસ તથા વિશ્વ હિન્દૂ પરિસદ નાં અગ્રણી રાજુભાઈ માલવિયા દ્વારા બિરદાવવામાં આવી હતી

રિપોર્ટર મંજુર ખણુંશિયા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.