ગોસાબારા ખાતે પાણીના નિકાલ માટેના બે નવા દરવાજા મુકવા ધારસભ્ય કાંધલભાઈ જાડેજાએ નાયબ કાર્યપાલકને ભલામણ કરી - At This Time

ગોસાબારા ખાતે પાણીના નિકાલ માટેના બે નવા દરવાજા મુકવા ધારસભ્ય કાંધલભાઈ જાડેજાએ નાયબ કાર્યપાલકને ભલામણ કરી


ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૩/૧૦/૨૦૨૩
કુતિયાણા મતવિસ્તારના લોકલાડિલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પોરબંદર નાયબ કાર્યપાલક ઇજનેર ઘેડ પેટા વિભાગ ને એક પત્ર પાઠવી ગોસાબારા ગામે આવેલા જર્જરિત થયેલ દરવાજાને બદલી નવા મોટા દરવાજા મુકવા ભલામણ પત્ર લખ્યો છે
ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાએ ઘેડ વિસ્તાર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પત્ર પાઠવી જણાવેલ છે કે આપના વિભાગના કાર્યક્ષેત્રના ગોસાબારા ગામે આવેલ અને ભૂતકાળમાં ચોમાસા દરમિયાન તેમજ ઉનાળા દરમિયાન ખેડૂતોને ઉપયોગી થાય તે માટે પાણીના નિકાલ માટે નાનો દરવાજો મૂકવામાં આવેલ હતો આ નાના દરવાજાને ઘણો સમય થયેલ હોય તેમ જ કાટખાઈ જવાથી સાવ જર્જરિત હાલતમાં હોય તૂટી જવા પામેલ છે. અને દરવાજાના બધા સ્પર પાર્ટ પણ તૂટી ગયા છે.જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ગામ લોકોની અને ખેડૂતોની રજૂઆત છે કે ગોસાબારા ખાતે મૂકવામાં આવેલ પાણીના નિકાલ માટેના દરવાજામાંથી જોઈએ તેવો પાણીનો નિકાસ ન થતા છેલ્લા પાંચ છ વર્ષથી વધારે વરસાદ પડતા અને ઉપરવાસ પણ ભારે વરસાદને કારણે તે પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળતા ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને સમયસર પાણીનો નિકાલ ન થતા મહિનાઓ સુધી વરસાદી પાણી ખેતરોમાં ફરી વળે છે. અને પાણી ભરાઈ રહેતા અને સમયસર આ પાણી ગોસાબારા ખાતે મૂકવામાં આવેલા દરવાજામાંથી પાણીનો નિકાલ ન થતા અને પાણીનો સંગ્રહ વધારે થવાથી ખેતરોમાં પાણી લાંબો સમયથી ભરાઈ રહેતા ખેડૂતો સમયસર વાવણી કરી શકતા નથી જેના કારણે સમયસર પાક લઈ શકતા નથી. તેમજ ખેતરોમાં કરાયેલા પાકને પણ ભારે નુકસાન દર વર્ષે થાય છે જેના કારણે ગોસાબારા ખાતે આવેલ દરવાજા નવા બનાવવામાં આવે અને હયાત જર્જરીત હાલતના દરવાજા કરતા મોટી સાઈઝના બે દરવાજા મૂકવામાં આવે તો ખેતરોમાં ભરાઈ રહેલા વરસાદી પાણીનો નિકાલ સમયસર થતાં તેનો લાભ ખેડૂતો લઈ શકે છે ત્યારે ખેડૂતોની બુલંદ માંગણી ઉઠી છે કે ગોસાબારા ખાતે મૂકવામાં આવેલા અને જર્જરી થયેલા દરવાજાની જગ્યાએ નવા મોટા બે દરવાજા મૂકી આપવામાં આવે તો ખેડૂતોને ખેતરોમાં ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ થતાં ખેડૂતોને લાભ થાય છે તેથી ગોસાબારા ખાતે જુના દરવાજાની જગ્યાએ બે દરવાજા મોટા મૂકવામાં આવે તેવી ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ નાયબ કાર્યપાલક ઇજનેર ઘેડ વિસ્તાર પેટા વિભાગ પોરબંદરને પત્ર પાઠવી ભલામણ કરી છે
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.