સિવિલમાંથી ફરાર થયેલા આરોપી સહિતની ગેંગ મુંબઈથી ઝડપાઈ - At This Time

સિવિલમાંથી ફરાર થયેલા આરોપી સહિતની ગેંગ મુંબઈથી ઝડપાઈ


દહેગામના ગણેશ પંડાલમાં કાર પાર્ક કરવાના મુદ્દે બે જુથો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલવા મામલે દહેગામ પોલીસે બંને જુથોનાં કુલ 19 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, વાહનોમાં તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડનો સિલસિલો શરૂ કર્યો હતો. પણ એક આરોપી સિવિલમાંથી નાસી ગયો હતો. ત્યારે રાયોટિંગ વિથ મર્ડરનાં પ્રયાસના ગુનામાં પોલીસને ચકમો આપીને નાસી જનાર આરોપી સહિત પાંચ જણાંની ગેંગને દહેગામ પોલીસ દ્વારા મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.