દહેગામ ના ગણેશ પંડાલ ના ડાયરામાં થયેલ મારામારી કેસ માં ભાગી ગયેલા આરોપીઓને મુંબઈ થી પકડી પાડતી દહેગામ પોલીસ - At This Time

દહેગામ ના ગણેશ પંડાલ ના ડાયરામાં થયેલ મારામારી કેસ માં ભાગી ગયેલા આરોપીઓને મુંબઈ થી પકડી પાડતી દહેગામ પોલીસ


દહેગામ ગણેશ પંડાલમાં ડાયરામાં મારામારી કેસમાં ભાગેલ આરોપીઓને દહેગામ પોલીસે આજે ઝડપી લીધા હતા. તારીખ 27 ના રોજ રાત્રે દહેગામ ના સરદાર શોપિંગ સેન્ટર ખાતે ગણપતિ ની સ્થાપના ના સમયે ડાયરા માં કાર પાર્ક કરવા બાબતે થયેલ તકરાર માં મારામારી નો બનાવ બન્યો હતો જેમાં દહેગામ પોલીસે ગુનો નોંધ્યો હતો જે બાદ આરોપીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા ત્યારે પોલીસ ને ચકમો આપી પાંચ આરોપી ફરાર થઇ ગયા હતા જે બાદ દહેગામ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી શોધખોળ કરતા આરોપી મુંબઈ હોવાનું જણાવી આવતા આ પાંચેય આરોપીઓને આજે પોલીસે પકડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી દહેગામ પોલીસે હાથ ધરી છે. આ આરોપી ના નામ 1.જીગર લક્ષમણભાઈ રાઠોડ 2.દિલીપ રતનસિંહ પરમાર 3.તિલક રણછોડભાઈ રાઠોડ 4.અસ્વિન પ્રવીણભાઈ જોશી 5.પ્રથમ પરષોત્તમભાઈ રાઠોડ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.