ગરબાડા નગરના મઢી ફળિયા ખાતે રોડ પર ગટરનું ઢાંકણ તૂટતા વાહન ચાલકોને હાલાકી. - At This Time

ગરબાડા નગરના મઢી ફળિયા ખાતે રોડ પર ગટરનું ઢાંકણ તૂટતા વાહન ચાલકોને હાલાકી.


ગરબાડા નગરમાં મઢી ફળિયા ખાતે મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરી તરફ જતા રોડ પર રોડની વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણ છેલ્લા કેટલા દિવસોથી તૂટેલી હાલતમાં છે છતાં પણ આ ઢાંકણ રિપેર કરી નવું ઢાંકણ બેસાડવામાં આવેલ નથી જેના કારણે આ રસ્તેથી પસાર થતાં ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે ઢાંકણ તૂટી જવાના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક લોકોએ ઢાંકણ ની આસપાસ પથ્થર ગોઠવવામાં આવ્યા છે પરંતુ સંલગ્ન તંત્ર દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી લોક મુખે મળેલ માહિતી અનુસાર આ ગટરના ખુલ્લા ધાંકણના કારણે એક મોપેડ સ્લીપ માટી જતા ચાલકને સામન્ય ઇજાઓ પહોંચી હતી માટે આ ઢાંકણ વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.