બોટાદના લાઠીદડ ગામની યુવતી પર સામુહિક દુષ્કર્મ કરનારા પાંચ નરાધમોને ગણતરીની કલાકોમાં એલસીબી પોલીસે દબોચી લીધા - At This Time

બોટાદના લાઠીદડ ગામની યુવતી પર સામુહિક દુષ્કર્મ કરનારા પાંચ નરાધમોને ગણતરીની કલાકોમાં એલસીબી પોલીસે દબોચી લીધા


બોટાદ ના લાઠીદડ ગામની યુવતી સાથે દુષ્કર્મ કરનારા પાંચ નરાધમોને ગણતરીની કલાકોમાં એલસીબી પોલીસે દબોચી લઈને ગેંગરેપ નો પર્દાફાશ કર્યો લાઠીદડ ગામની અસ્થિર મગજની યુવતી સામે પાંચ સભ્યોએ રિક્ષામાં તેમજ ખંડેર મકાનમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું જે સમગ્ર ઘટનાની તપાસ કરતી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મ કરનારા નરાધમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે જિલ્લાના લાઠીદડ ગામે રહેતી 31 વર્ષીય અને અસ્થિર મગજ ધરાવતી યુવતીને રાત્રિના સમયે બોટાદ શહેરના પાંચ શખ્સો ફોટો રિક્ષામાં બેસાડી બોટાદ શહેરના તુરખા રોડ અને ગઢડા રોડ પર ચાલુ રિક્ષામાં દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ અવાવરુ ખંડેર મકાનમાં લઈ જઈને યુવતી સાથે અડપલા કર્યા હતા તે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે પાંચેય શખસો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને બોટાદ એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં પાંચેય નરાધમો ને દબોચી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દીધા

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.