વડોદરા જિલ્લાની ૧૪૦- ડભોઇ વિધાનસભાના ભાજપાના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા - At This Time

વડોદરા જિલ્લાની ૧૪૦- ડભોઇ વિધાનસભાના ભાજપાના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેની તારીખો જાહેર થવાની છે. ત્યારે આજરોજ ડભોઇ અને વાઘોડિયા વિધાનસભા બેઠક માટે ભાજપએ ઉમેદવાર પસંદગી કરવાની પ્રક્રિયા કાર્યકરો અને હોદ્દેદારોના સેન્સ લઈ હાથ ધરવામાં આવી હતી. જેમાંવરણામા ખાતેના ત્રિમંદિરમા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી માટે નિરીક્ષક તરીકે સાંસદ પ્રભુભાઈ વસાવા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા અને મહિલા મોરચાના ડો. તૃપ્તિબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડભોઇ વિધાનસભાનો ઈતિહાસ

ડભોઇ વિધાનસભામાં ૧૯૯૫ બાદ ડભોઈ વિધાનસભા બેઠક ઉપર બે વખત એટલે કે ૧૯૯૮ અને ૨૦૦૭ માં કોંગ્રેસ વિજય બની હતી. જેમાં સિદ્ધાર્થભાઈ પટેલનો વિજય થયો હતો. જયારે ૨૦૦૨ માં ભારતીય જનતા પાર્ટીના પ્રોફેસર સી.એમ.પટેલ, ૨૦૧૨ માં ભારતીય જનતા પાર્ટીના બાલકૃષ્ણભાઈ પટેલ( ઢોલાર) અને ૨૦૧૭ માં ભારતીય જનતા પાર્ટીના હાલના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા ( સોટ્ટા) વિજય બન્યા હતા. એટલું જ નહીં પરંતુ આ બેઠકો ઉપર છેલ્લા ત્રણ ટર્મથી ખૂબ જ ઓછી સરસાઇથી હરજીત થતી હોય છે .આ બેઠક ઉપર પાટીદાર સમાજનું ખાસ પ્રભુત્વ છે.

ડભોઇ વિધાનસભામાં મતદારોનું વિશ્લેષણ

વવિધાનસભા બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી આ બેઠક ઉપર પાટીદારોનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું છે .જેમાં ૧૯ ટકા મત પાટીદાર,૧૨.૧૦ ટકા મત મુસ્લિમ,૧૪.૩ ટકા મત આદિવાસી અને ૨.૬ ટકા મત બ્રાહ્મણ
આ બેઠક ઉપર કુલ મતદારો ૨,૨૮,૮૪૬ છે.જે પૈકી પુરુષ મતદાર ૧,૧૬,૬૮૫ અને સ્ત્રી મતદાર ૧,૧૧,૩૫૫ છે.

ડભોઈ વિધાનસભા બેઠક ઉપર નવું સીમાંકન અમલમાં આવ્યુ ત્યારથી ભાજપાનું પલડું ભારે

ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં ૨૦૧૨ થી નવું સીમાંકન અમલમાં આવ્યુ છે જેમાં વડોદરા તાલુકાનાં ગામોનો અને વડોદરા શહેરને અડીને આવેલા વિસ્તારનો સમાવેશ કરાયો છે. ત્યારથી આ બેઠક ઉપર ભાજપનું પલડું ભારે થઇ જવા પામ્યું છે અને છેલ્લી બે ચૂટણીમાં ભાજપ પાતળી બહુમતીથી આ બેઠક કબજે કરે છે.

આ બેઠક જીતવા ભાજપાની જોરદાર તૈયારીઓ

હાલ ભાજપાએ બુથ લેવલ સુધીની તૈયારીઓ પૂર્ણ કરી આ બેઠક જીતવ એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પણ હાલમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ પાટીદાર નેતાને તાબડતોડ પક્ષમાં સમાવી માસ્ટર સ્ટ્રોક માર્યો છે .ત્યારે કેટલાક રાજકીય પંડિતો માથું ખંજવાળતા થયાં છે અને ગણત્રી માંડી રહયા છે કે, ભાજપા પણ આ બેઠક જીતવા પાટીદાર કાર્ડ ખેલી વર્તમાન ધારાસભ્યને બદલી મજબૂત પાટીદાર નેતાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે. પણ એ તો આવનાર સમય જ બતાવશે હાલ તો " જો અને તો " ની ગણત્રીઓ ચાલી રહી છે.

આજે ૧૧ જેટલાં દાવેદારોએ દાવેદારી નોંધાવી

આજે ભાજપા પક્ષ દ્રારા ડભોઈ વિધાનસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે હાથ ધરવામાં આવેલી પ્રકરીયામાં આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા ઈચ્છતા ૧૧ જેટલાં દાવેદારોએ દાવેદારી નોંધાવી ચૂંટણી લડવા પક્ષની ટીકીટ માગી હતી. નિરીક્ષકોએ આ વિધાનસભામાં કાર્યરત ૧૪૦ ઉપરાંત કાર્યકરો અને પદાધિકારીઓના મંતવ્યો લીધાં હતાં. નિરીક્ષક તરીકે આવેલા નિરીક્ષકોએ તમામને શાંતિપૂર્વક સાભળ્યાં હતાં અને તમામ પ્રકિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon