દેશ નો દુનિયાભર મા દબદબો આનંદ ની વાત પણ કેટલીક ખામી ઓ ઝડપ થી જોવાય છે ખૂબી ઓ નહિ શ્રીલંકા ની ખામી ઓ ખૂબ પ્રચલિત છે પણ ડો હડસન સિલ્વા ની ચક્ષુદાન ની ખાસિયતો નહિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ce2wjgpd33ptikwi/" left="-10"]

દેશ નો દુનિયાભર મા દબદબો આનંદ ની વાત પણ કેટલીક ખામી ઓ ઝડપ થી જોવાય છે ખૂબી ઓ નહિ શ્રીલંકા ની ખામી ઓ ખૂબ પ્રચલિત છે પણ ડો હડસન સિલ્વા ની ચક્ષુદાન ની ખાસિયતો નહિ


દેશ નો દુનિયાભર મા દબદબો આનંદ ની વાત પણ કેટલીક ખામી ઓ ઝડપ થી જોવાય છે ખૂબી ઓ નહિ

શ્રીલંકા ની ખામી ઓ ખૂબ પ્રચલિત છે પણ ડો હદસન સિલ્વા ની ચક્ષુદાન ની ખાસિયતો નહિ

વૈશ્વિક સ્તરે ભારત નો દબદબો પાકિસ્તાન ના કુલ ટર્ન ઓવર કરતા ટાટા કંપની ની ટર્ન ઓવર વધુ જળ પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ સુધારા વિધેયક ૨૦૨૪ મંજૂરી જળ પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ ૧૯૭૪ પર્યાવરણ કાનૂન ના આધાર રૂપ આ કાયદો વર્ષો થી લબડતો હતો તેને સમકાલીન જરૂરિયાત અનુરૂપ બનાવ્યો ભારતીય સેના એ કાશ્મીર માં LOC પાસે ઇન્ડિયા સેલ્ફી પોઇન્ટ શરૂ કર્યો આંનદો ભારતીય નૌકાદળ માં નવો ડ્રેસકોડ લાગુ અમેરિકા માં પહેલી વાર મૃત્યુદંડ માટે નાઈટ્રોજન ગેસ નો ઉપીયોગ કતાર માં ભારત ની સૌથી મોટી કૂટનીતિ જીત નૌકાદળ ના ૮ અધિકારી ઓની મુક્તિ ભારતીય વકીલ અજિત મિશ્રા ફીડમ ઓફ ઘ સીટી ઓફ લંડન એબોર્ડ એનાયત પી ટી ઉષા ને SJFI લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત ભારતીય મૂળ ના ત્રણ સંશોધકો ને યુવા વૈજ્ઞાનિક બ્લાવાટનિક પુરસ્કાર
યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ UCCને અમલી બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ઉત્તરાખંડે ઈતિહાસ રચી દીધો. રાજયની વિધાનસભાએ સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ - UCC) ઉત્તરાખંડ વિધેયક, ૨૦૨૪ બહુમતીથી પસાર કરી દીધું. બે દિવસ સુધી ચાલેલી લાંબી ચર્ચા, ઉગ્ર દલીલબાજી અને અનેક તર્કવિતર્કો બાદ સાંજે ગૃહમાં વિધેયક ધ્વનિમતથી પાસ થઈ ગયું હતું. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના દિવસે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ UCC બિલ રાજ્ય વિધાનસભામાં પ્રસ્તુત કર્યું હતું. વિધાનસભામાં બિલ પસાર કરવામાં આવ્યા બાદ હવે તે મહામાહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે તેમની સહમતિ માટે મોકલાશે જે પછી તે કાયદાનું સ્વરૂપ લેશે આ વિધેયકનો ઉદેશ રાજ્યના તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા જમીન સંપત્તિ અને વારસા સાથે સંબંધિત કાનૂનોને નિયંત્રિત અને વિનિયમિત કરવાનો છે પછી ભલે તેમનો ધર્મ ગમે તે હોય આ સાથે જ ઉત્તરાખંડ UCCને અમલી બનાવનાર પ્રથમ ભારતીય રાજ્ય બની ગયું છે.આ ખરડો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ઉત્તરાખંડ સરકાર દ્વારા ગઠિત એક ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા પ્રસ્તુત મુસદ્દા પર આધારિત છે.નોંધ ગોવા UCC (પોર્ટુગીઝ નાગરિક સંહિતા) દ્વારા શાસિત છે, પરંતુ ગોવા રાજ્ય વિધાનસભાએ આ વિષયમાં કોઈ કાયદો પસાર કર્યો નથી.૧૯૬૧ માં પોતાની મુક્તિ બાદ ગોવાએ આ સંહિતાને બરકરાર રાખી છે લિવ-ઈન રિલેશન્સની ફરજિયાત નોંધણી લિવ-ઈનમાં રહેનારા લોકોએ, તેઓ રાજયના રહીશ હોય કે ન હોય, નિશ્ચિત ફોર્મેટમાં માહિતી આપીને નોંધણી કરાવવાની રહેશે. પહેલેથી જ પરિણીત કે લિવ-ઈનમાં રહેનારા લોકોએ પણ નોંધણી કરાવવી પડશે. લિવ-ઈન અંગે વાલીઓને પણ જાણ કરવામાં આવશે. લિવ-ઈન રિલેશનશિપમાં રહેનારા વયસ્કોએ
તેમના માતા-પિતાની સંમતિ લેવી પડશે. તેમના સંતાનો કાયદેસર ગણાશે. બન્નેની સંપત્તિના વારસદાર ગણાશે. લિવ-ઈનના એક મહિના પછી નોંધણી કરાવનારને 3 વર્ષની જેલ અથવા રૂ.૧૦ હજારનો દંડ અથવા બન્ને થઈ શકે છે. ખોટા પુરાવાના આધારે નોંધણી કરાવનારને ત્રણ મહિનાની જેલ સજા અને રૂ.૨૫ હજાર દંડ થશે. લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત : વિધેયકમાં ૨૬ માર્ચ, ૨૦૧૦ પછીથી પ્રત્યેક દંપતી માટે લગ્ન તથા છૂટાછેડાની નોંધણી કરાવવી ફરજિયાત હશે. ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા, નગર નિગમ, મહાનગરપાલિકા સ્તરે નોંધણીની જોગવાઈ. નોંધણી ન કરાવનારને મહત્તમ રૂ.૨૫ હજાર ના દંડની જોગવાઈ છે. લગ્ન માટે છોકરાની ઓછામાં ઓછી વય ૨૧ અને છોકરીની ૧૮ વર્ષ નક્કી કરાઈ છે. મહિલાઓ પણ પુરુષોની જેમ કારણો અને અધિકારોને છૂટાછેટાનો આધાર બનાવી શકે છે. હલાલા, ઈદ્દત અને બહુવિવાહ પર પ્રતિબંધ મૂકાયો છે. હલાલાના કિસ્સામાં 3 વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ થઈ શકે છે. તે કોગ્નિઝેબલ ગુનો ગણાશે પુરુષો અને મહિલાઓ માટે સમાન વિરાસત અધિકાર પિતાની મિલકતમાં પુત્ર અને પુત્રીને સમાન અધિકાર મળશે. કાયદેસર અને ગેરકાયદેસર બાળકો વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. અનૌરસ બાળકોને પણ એ દંપતીના જૈવિક સંતાનો માનવામાં આવશે. દત્તક લીધેલા, સરોગેસી દ્વારા અથવા આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજીથી જન્મેલા બાળકો જૈવિક સંતાન હશે.આ વિધેયક બાળલગ્નો પર પણ પ્રતિબંધ મૂકે છે અને છૂટાછેડા માટે એક સમાન પ્રક્રિયા શરૂ કરે છે. તે તમામ ધર્મોની મહિલાઓને તેમની પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર પ્રદાન કરે છે.
UCC માંથી કોને છૂટ ? પ્રસ્તાવિત કાનૂન ઉત્તરાખંડની અનુસૂચિત જનજાતિઓ (SC) અને વ્યક્તિઓ તથા લોકોના સમૂહ પર લાગુ થતો નથી જેના પ્રથાગત અધિકાર ભારતના બંધારણના ભાગ XXI અન્વયે સંરક્ષિત છે સારી નીતિ ઓ બને તે સર્વસ્વીકારીય બને તે પહેલાં તેની વિસ્તૃત જાણકારી ઓથી દેશ ની આમ જનતા અવગત થાય તે જરૂરી ઘણી વખત આપણે અનિષ્ટ પ્રવૃત્તિ ઓમાં આગળ હોય તેવા દેશો ના ઉદારણ આપી છીએ પણ તેની ખાસિયતો પણ ઓછી નથી હોતી બિહાર ની ગુંડાગિરી વારંવાર કહી છીએ પણ તેની રેલવે સેવા કાબિલે દાદ છે શ્રી લંકા ભલે નાનો દેશ હોય પણ ચક્ષુદાન માટે ડો હડસન સિલ્વા નો વિશ્વ માં સૌથી મોટો ફાળો છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]