રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં સંતરામપુર તાલુકાની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં અક્ષય દ્રવ્ય પ્રોજેક્ટ, જલધારાનું વિમોચન અને વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો - At This Time

રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં સંતરામપુર તાલુકાની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં અક્ષય દ્રવ્ય પ્રોજેક્ટ, જલધારાનું વિમોચન અને વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો


મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સંતરામપુર તાલુકાની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક નટવરલાલ ભીખાલાલ રાણા તા. ૩૧.૧૦.૨૦૨૨ ના રોજ વય નિવૃત થતા હોઈ તેમનો વિદાય સન્માન સમારંભ રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડીંડોર ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના, દીપ પ્રાગટ્ય અને સ્વાગતગીતથી કરવામાં આવી. મહેમાનોનું અને મંચસ્થ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય લખમણભાઇ ખરાડીએ કર્યું હતું. ત્યાર બાદ નિવૃત થનાર મદદનીશ શિક્ષકશ્રી નટવરલાલ ભીખાલાલ રાણાના સામાજિક, શૈક્ષણિક, સેવાકીય તેમજ શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર તરીકેના કાર્યો તેમજ પોતાની ૩૮ વર્ષની સળંગ શિક્ષક તરીકેની અત્રેની જ શાળાની કામગીરીને બિરદાવી હતી. સન્માનપત્રનું વાંચન શાળાના શિક્ષિકા રાજપ્રિયા રહેવરે કર્યું હતું. માન. મંત્રીશ્રી દ્વારા નિવૃત્તિ લેનાર સાહેબશ્રીનું શાલ, પૂષ્પ ગુચ્છથી અને શાળા પરિવાર દ્વારા શ્રીફળ અને સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું.
આજના દિવસે સમાજ સુરક્ષા યોજના મહીસાગર અંતર્ગત દિવ્યાંગ બાળકોને સાધન સહાયમાં વ્હીલ ચેર, અને બે બાળકોને નિઃશુલ્ક મુસાફરી માટે બસ પાસ મંત્રીશ્રીના વરદ હસ્તે લાભાર્થી બાળકોને આપવામાં આવ્યા. અને શાળામાં નૂતન પ્રોજેક્ટ "અક્ષય દ્રવ્ય" અને નિવૃત્તિ લેનાર શિક્ષક દ્વારા શાળાના બાળદેવો માટે નિર્માણ કરેલ "જલધારા" નું વિમોચન પણ આજના શુભ દિને મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી . પ્રો. કુબેરભાઈ ડિંડોર હાજર રહી શિક્ષકશ્રીની સેવાઓને તેમજ શિક્ષકનું સમાજમાં સ્થાન વિશે પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઇ પટેલે પણ શિક્ષક ના કાયોઁ ને બિરદાવેલ હતાં અત્રેની શાળામાંથી નિવૃત્ત થયેલ આચાર્યો અને શિક્ષકોનુ પણ શાલ અને પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. આજના પ્રસંગે ગામના સરપંચ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને સભ્યો, આસપાસની શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામા ગ્રામજનો, રાણા સમાજના અગ્રણીઓ તેમજ પરિવારજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મદદનીશ શિક્ષક રમેશકુમાર ચૌહાણે કરેલ અને આભારવિધિ મદદનીશ શિક્ષક અશોકભાઈ મોચીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.