CBSE રિઝલ્ટઃ ગુજરાતમાં ધો.૧૦નું ૯૭.૫૦ અને ધો.૧૨નું ૯૫.૫૧ ટકા - At This Time

CBSE રિઝલ્ટઃ ગુજરાતમાં ધો.૧૦નું ૯૭.૫૦ અને ધો.૧૨નું ૯૫.૫૧ ટકા


અમદાવાદ,સીબીએસઈ દ્વારા
અંતે આજે ધો.૧૦ અને ૧૨નું પરિણામ એક સાથે જાહેર કરી દેવાયુ છે.જેમાં ગુજરાતનું ધો.૧૦નું
પરિણામ ૯૭.૫૦ ટકા રહ્યુ છે.જ્યારે ધો.૧૨નું ૯૫.૮૧ ટકા પરિણામ રહ્યુ છે. ધો.૧૦ અને ધો.૧૨
બંનેમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ રહ્યુ છે.ધો.૧૦
અને ધો.૧૨ બંનેમાં ગુજરાતમાં સરકારી સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ રહ્યુ છે જ્યારે કેન્દ્રિય
વિદ્યાલયો અને ખાનગી સ્કૂલોનું ધો.૧૨નું પરિણામ લગભગ સરખા જેટલુ ૯૫ ટકા રહ્યુ છે પરંતુ
ધો.૧૦માં ખાનગી સ્કૂલોનું પરિણામ કેન્દ્રિય વિદ્યાલયો કરતા વધારે રહ્યુ છે.

ધો.૧૦માં ગુજરાતમાંથી આ વર્ષે નોંધાયેલા કુલ
૩૩૮૩૫ વિદ્યાર્થીઓમાંથી ૩૩૭૨૯ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી ૩૨૮૮૬ પાસ
થતા ગુજરાતનું એકંદરે પરિણામ ૯૭.૫૦ ટકા રહ્યુ છે.જ્યારે ધો.૧૨માં નોંધાયેલા ૨૪૪૯૪
વિદ્યાર્થીમાંથી ૨૪૪૨૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી ૨૩૩૨૪ વિદ્યાર્થી
પાસ થતા ૯૫.૫૧ ટકા ગુજરાતનું ધો.૧૨નું પરિણામ રહ્યુ છે.સીબીએસઈ દ્વારા ધો.૧૨માં
સાયન્સ,કોમર્સ અને આર્ટસના તમામ વિષયોનું એક સાથે પરિણામ જાહેર કરવામા આવે છે.
ધો.૧૦માં છોકરાઓનું પરિણામ ૯૭.૦૫ અને છોકરીઓનું ૯૮.૧૭ ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે
ધો.૧૨માં છોકરાઓનું ૯૪.૯૮, છોકરીઓનું ૯૬.૨૭ ટકા પરિણામ
નોંધાયુ છે.ધો.૧૦ અને ૧૨ બંનેમાં ગુજરાતમાં સરકારી સ્કૂુલોનું પરિણામ ૧૦૦ ટકા
રહ્યુ છે. ધો.૧૨નું ખાનગી સ્કૂલોનું ૯૫.૩૬ ટકા,જવાહર નવોદય
વિદ્યાલયોનું ૯૯.૩૦ ટકા અને કેન્દ્રિય વિદ્યાલયોનું ૯૫.૮૭ ટકા રહ્યુ છે.ધો.૧૦નું
ખાનગી સ્કૂલોનું ૯૭.૭૯ ટકા, જવાહર નવોદય વિદ્યાલયોનું ૯૯.૪૯
ટકા અને કેન્દ્રિય વિદ્યાલયોનું ૯૩.૭૯ ટકા પરિણામ રહ્યુ છે.અમદાવાદની  ઉદગમ,એચ.બી.કાપડીયા,ઝેબર, આનંદનિકેતન,પ્રકાશ,
તુલિપ ઈન્ટ.સહિતની ટોપ સ્કૂલોનું પરિણામ ૯૫થી૧૦૦ ટકા જેટલુ રહ્યુ
છે.જો કે ગત વર્ષની સરખામણીએ સમગ્ર દેશનું અને ગુજરાતનું પરિણામ ઘટયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.