ધોળકાવિધાનસભા કોંગ્રેસ દ્વારા ચૂંટણી સંદર્ભે મીટીંગ યોજાઇ - At This Time

ધોળકાવિધાનસભા કોંગ્રેસ દ્વારા ચૂંટણી સંદર્ભે મીટીંગ યોજાઇ


ધોળકા ખાતે કોંગ્રેસ રાજ્ય સભા ના સાંસદ શ્રીમતી અમીબહેન યાજ્ઞિક ના અધ્યક્ષ પદે આગામી સમય મા આવનાર વિધાનસભા ચૂંટણી મા ઉમેદવારી નોંધાવનારા સૌ કોઈ ઉમેદવાર અને કાર્યકરો ને સાંભળવામાં આવ્યા હતા અને પક્ષ ને આગામી વિધાન સભા ચૂંટણી મા જ્વલંત વિજય માટે રણનિતી ઘડી કામે લાગી જવા મહત્વ ની બેઠક મળી હતી જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓ બી સી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગઢવી,મહામંત્રી શ્રી મુરતુજા ખાન પઠાણ, પ્રદેશ એસ સી ચેરમેન શ્રી હિતેન્દ્ર ભાઈ પીઠડીયા, જિલ્લા પ્રમુખ શ્રી બળવંત સિંહ ગઢવી, તાલુકા પ્રમુખ શ્રી નરેશ ભાઈ વાધેલા, શહેર પ્રમુખ શ્રી ફિરોજ ખાન પઠાણ,જશુભાઈ સોલંકી ભરતભાઈ પટેલ મનીષ ભાઈ મકવાણા જિલ્લા , તાલુકા, વિધાન સભા ના સૌ દરેક સેલ ના પ્રમુખો,કાર્યકરો અને આગેવાનો,
પદાધિકારીઓ મોટી સંખ્યા માં નવા રેસ્ટ હાઉસ ખાતે હાજર રહ્યા હતા આ પ્રસંગે ધોળકા તાલુકાના સરગવાડા ના વતની કોળી પટેલ સમાજ ના અગ્રણી વેલાભાઈ કોળી પટેલ ભાજપ નો ખેસ ઊતારી કોંગ્રેસ નો ખેશ પેહરી પક્ષ મા જોડાયા હતા

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.