માઈનોરિટી કમીશન દિલ્હી ના ચેરમેન શ્રી નરેન્દ્ર જૈન જુનાગઢ આવીયા હતા.. - At This Time

માઈનોરિટી કમીશન દિલ્હી ના ચેરમેન શ્રી નરેન્દ્ર જૈન જુનાગઢ આવીયા હતા..


જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે માઈનોરિટી કમીશન ( દિલ્હી ) ના ચેરમેનશ્રી નરેન્દ્ર જૈન સાહેબ જુનાગઢ આવ્યા હતા. માઈનોરિટી સમાજને સરકાર તરફથી અપાતી સહુલતો, સગવડો અને માઈનોરિટી શૈક્ષણિક સંસ્થાઓને અપાતા લાભો અને જરૂરી સલાહ સૂચનો માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં ધાર્મીક લઘુમતી વર્ગમાં છ ધર્મને સમાવવામાં આવ્યા છે. મુસ્લિમ, શીખ, ઈસાઈ,બૌદ્ધ, પારસી અને જૈન. ઉપરોક્ત સમાજ માટે બંધારણની જોગવાઈ મુજબ અમુક વિશેષ શૈક્ષણિક લાભો શૈક્ષણિક સંસ્થાઓ માટે આપવામાં આવ્યા છે.
હાલમાં રાજ્ય સરકારે અમુક લાભોમાં કાપ મૂકવામાં આવ્યા છે. આ તકે માઈનીરિટી ની સંસ્થાઓના આગેવાનો, ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને સંસ્થાના જવાબદાર કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેઓને સાંભળવામાં આવ્યા હતા. તેમાં દરેક સમાજ જેમ કે મુસ્લિમ, ઈસાઈ, બૌદ્ધ અને જૈન સમાજના જવાબદાર વ્યકિતઓએ હાજરી આપી હતી. બધાજ આગેવાનોએ ધારદાર રજૂઆતો કરી હતી.
આ કાર્યક્રમમાં અધિક કલેકટર શ્રી બાંભણિયા સાહેબ, ડેપ્યુટી કલેકટર સુશ્રી ભૂમીબેન્ કેશવાલા, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી જલ્પાબેન્ ક્યાડા અને સમાજકલ્યાણ ખાતાના નાયબ નિયામક શ્રી ખમળ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લઘુમતિ સમાજમાંથી પ્રિન્સિપાલ શ્રી હારુનભાઈ વિશળ, સોરઠ સંધિ મુસ્લીમ વિકાસ સંઘના પ્રમુખ વલીમહંમદભાઈ દલ, એન્જિનિયર શ્રી ઈસ્માઈલભાઈ દલ, નિવૃત પ્રિન્સિપાલ શ્રી હાસમભાઈ હિંગોરા, પ્રોફેસર અમિંનભાઈ સમા, યાસીનભાઈ અગવાન, નિવૃત્ત પ્રિન્સિપાલ રાબિયાબેન શેખ એ ખાસ હાજરી આપી હતી...

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon