ચોરવાડ ગામે શક્તિ ગરબી ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને કુલ રૂ.10210/ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c21ijeqb1jocwqb3/" left="-10"]

ચોરવાડ ગામે શક્તિ ગરબી ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને કુલ રૂ.10210/ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ


ચોરવાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.ક્ષત્રીય સાહેબની સુચના મુજબ પો. કોન્સ. જીલુભાઇ આલીંગભાઇ ભલગરીયા તથા પો.કોન્સ વિક્રમસિંહ જેતમાલભાઇ સિસોદીયાની સયુંકત બાતમીના આધારે ચોરવાડ ગામે આવેલ શક્તિ ગરબી ચોક વિસ્તારમાં જાહેર રોડ ઉપર જુગાર રમતા - (૧) શૈલેષ ખીમાભાઇ ચુડાસમા (૨) મનીષ બાબુભાઇ ડાભી (૩) સામત જીણાભાઇ બામણીયા સહિતના જુગારી ઉપર રેઇડ કરી રોકડા રૂ.૧૦,૨૧૦- ના મુદ્દામાલ સાથે કુલ-૩ આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પો.સ્ટે.મા જુગાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે.

આ કામગીરી ચોરવાડ પો.સ્ટે.ના પો. હેડ કોન્સ. બી.આર.સિંધવ તથા પો. હેડ કોન્સ. ડી.એચ.સિસોદીયા તથા પો.કોન્સ વિક્રમસિંહ જેતમાલભાઇ સિસોદીયા તથા પો.કોન્સ. જીલુભાઇ આલીંગભાઇ ભલગરીયા તથા પો.કોન્સ. ધર્મેશભાઇ નાથાભાઇ સિંધવ નાઓએ સાથે મળી કરેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]