આધુનિક સમયમાં લગ્ન ઉત્સવમાં બ્રશસ્ટ્રોકસ ઓફ લવ: લાઈવ વેડિંગ પેઇન્ટિંગ નો નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c1sctotcezs9ncl5/" left="-10"]

આધુનિક સમયમાં લગ્ન ઉત્સવમાં બ્રશસ્ટ્રોકસ ઓફ લવ: લાઈવ વેડિંગ પેઇન્ટિંગ નો નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો.


લગ્નોઉત્સવની હૃદયપૂર્વકની માતાપિતાને ભેટ માટે તો કેટલાક તેમના પાર્ટનર ને ગિફ્ટ આપવા માટે લાઈવ પેઇન્ટિંગ કરાવતા હોય છે

ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૭/૦૨/૨૦૨૪
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં લગ્નને કરાર આધારિત નહિ પણ એક મહત્વના સંસ્કાર તરીકે ગણવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં સ્ત્રી-પુરૂષ માટે લગ્ન સંસ્કાર એ મહત્વનું ધાર્મિક કર્તવ્ય બની જાય છે. હિન્દુ ધર્મમાં બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ પર્યત સુધીમાં સોળ સંસ્કારની આજ્ઞા શાસ્ત્રોએ ફરમાવી છે. એ પૈકી એક સંસ્કાર તે વિવાહ લગ્ન સંસ્કાર.....
ફેબ્રુઆરી ૨૦૨૪ માસ શરૂ થતાંની સાથે જ હવે લગ્નની સિઝન પુરબહાર શરૂ થઈ છે પરિવાર માટે સંતાનના લગ્ન એ એક મોટો ઉત્સવ હોય છે પરંતુ આજના મોંઘવારીના સમયમાં લગ્ન ઉત્સવ એ ખૂબ જ ખર્ચાળ છે રૂઢિગત માન્યતાઓ ખોટા રીતરીવાજો ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચાઓ લગ્નોઉસ્તવ પાછળ થાય છે જમણવાર ડેકોરેશન બેન્ડવાજા ફેશન અવનવા ટ્રેડ અને ઘરેણાની ખરીદી સહિતની લાંબી યાદી લગ્ન ઉત્સવમાં આપવામાં આવતી હોય છે. આ ખર્ચાઓ માટે ગરીબ અને મધ્યમ વર્ગને ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે શ્રીમંત અને પૈસાદાર વ્યક્તિઓ પોતાના ઉંમર લાયક સંતાનોના લગ્ન ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવતા હોય છે જેમાં આજે આધુનિક સમયમાં લગ્ન ઉત્સવમાં એક નવો જ ટ્રેડ જોવા મળે છે આ ટ્રેડ એટલે કે બ્રશસ્ટ્રોકસ ઓફ લવ: લાઈવ વેડિંગ પેઇન્ટિંગ નામનો મેરેજ ની સિઝનમાં એક નવો ટ્રેક ઉભરી આવ્યો છે.
લગ્નસરાની સિઝનમાં શ્રમિક લોકો પોતાના વહાલસોયા સંતાનોના લગ્નોઉસ્તવ પાછળ અઢળક ખર્ચાઓ કરી લગ્ન પ્રસંગ ઉજવતા હોય છે ત્યારે વર્તમાન સમયમાં ભણેલ ગણેલ યુવક યુવતીઓ પોતાના લગ્ન ઉત્સવ ને જીવનભર યાદગીરી રૂપે ગિફ્ટ આપવા લાઈવ વેઇટિંગ પેઈન્ટિગ કરાવતા હોય છે આજના યુવાનો, યુવતીઓમાં લગ્ન દરમિયાન વેડિંગ પેઇટિંગની બોલબલા ભારે જોરમાં છે.
મેરજની સીઝનમાં એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે, તે છે લાઈવ વેડિંગ પેઇન્ટિંગ તેમજ પોટ્રેટ સ્કેચ અને કૅરિકેચર. ૧૫ વર્ષથી વધુ અમદાવાદમાં તેમજ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં પણ લાઈવ ઇવેન્ટમાં કાર્યરત મુકેશ પટેલનું કહેવું છે કે આજના યુવાનો માટે, લગ્ન દરમિયાન લાઈવ વેડિંગ પેઇન્ટિંગનો ટ્રેન્ડ જોર માં છે. કેટલાક તેમના માતાપિતા માટે હૃદયપૂર્વકની ભેટ તરીકે આપવા માટે તો કેટલાક તેમના પાર્ટનર ને ગિફ્ટ આપવા માટે લાઈવ પેઇન્ટિંગ કરાવતા હોય છે. લાઈવ વેડિંગ પેઇન્ટિંગમાં ચોરી,માયરાં, વર વધુ, તેમના માતા પિતા અને અન્ય સગા વહાલાં અને સબંધીત લોકો નો સમાવેશ થતો હોય છે. આવા લાઈવ પેઇન્ટિંગ વર્ષોના પ્રેમ અને સમર્થન માટે કૃતજ્ઞતાનું પ્રતીક બની રહે છે. મુકેશ પટેલ, કે જેઓ ૧૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લાઈવ વેડિંગ પેઇન્ટિંગ, કૅરિકેચર અને પોટ્રેટ સ્કેચ કલાકાર છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત 11th All India Digital Art Exhibition 2022 એવોર્ડથી પ્રશંસા પ્રાપ્ત કર્યા પછી અને અસંખ્ય પ્રદર્શનોમાં તેમની પ્રતિભા દર્શાવ્યા પછી આજ-કાલના આ ટ્રેન્ડ ને ખુબજ રોમાંચક માને છે. જ્યારે યુગલો ચમકતી લાઇટ્સ અને સુગંધિત ફૂલોની છત્ર હેઠળ પ્રતિજ્ઞાઓનું વિનિમય કરે છે, મહેમાનો આસપાસ ભેગા થાય ત્યારે મુકેશ પટેલ તેમના કુશળ સ્ટ્રોકથી દ્રશ્યને કેનવાસ પર જીવંત કરી દે છે. રિપોર્ટર :-વિરમભાઈ કે આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]