કમળાપૂર ગામના આરોગ્ય કેન્દ્રમાં કાલે વિવિધ રોગનો નિદાન કેમ્પ યોજાશે

કમળાપૂર ગામના આરોગ્ય કેન્દ્રમાં કાલે વિવિધ રોગનો નિદાન કેમ્પ યોજાશે


કમળાપૂર ગામના આરોગ્ય કેન્દ્રમાં કાલે વિવિધ રોગનો નિદાન કેમ્પ યોજાશે
જસદણ તાલુકાના કમળાપૂર ગામે આવતીકાલ તા. 20ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પ દરમિયાન ચાલવાથી, સીડી ચડવાથી છાતીમાં દુ:ખાવો કે ગભરામણ થવી, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરાવેલ હોય કે કરવાની સલાહ આપ હોય તેવા દર્દીઓ, હાઇ બ્લડ પ્રેશર, હદયના વાલ્વની તકલીફ, બાળકોમાં થતી હદયરોગની તકલીફ, હદયના ધબકાર વધી જવા તેમજ આ સંબંધી લાંબી બીમારીવાળા દર્દીઓને નિષ્ણાંત ડૉક્ટર પાર્થ વોરા તપાસીને સારવાર બાબતે યોગ્ય સલાહ આપશે. જ્યારે ડાયાબિટીસ રોગ સંબંધિત સારવાર અને ઈલાજ બાબતે ડો. કુશાલ સામાણી માર્ગદર્શન આપશે.
તા. 20 ના રોજ બપોરના 12-30 થી 3-00 વાગ્યા સુધી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાનાર આ કેમ્પનો લાભ લેવો યોય તો અગાઉથી નામ લખાવવા તેમજ જૂના રિપોર્ટ લાવવા ફરજિયાત છે. નામ લખાવવા તેમજ વધુ માહિતી માટે 75678 75851 નંબર પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »