જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને સંરક્ષણ તાલીમ કાર્યક્રમનુ આયોજન

જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને સંરક્ષણ તાલીમ કાર્યક્રમનુ આયોજન


મહીસાગર જીલ્લાના લુણાવાડા પી.એન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજરોજ જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મહીલા સંરક્ષણ તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બહેનોને રાયફલ શુટીંગની તાલીમ આપવામાં આવી હતી.આમ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા લુણાવાડા ખાતે આવેલ પી.એન.પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહીલા સંરક્ષણ તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં NCC કેડરેટ અને કોમન મહિલાઓને રાયફલ શુટીંગની તાલીમ આપવામાં આવી હતી.જેમાં મહીલાઓ શસશકત અને સ્વ રક્ષણ કરી શકે તેવા આશય થી આ તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જયારે આગામી સમયમાં જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓને વિવિધ તાલીમો પણ આપવામાં આવશે.જ્યારે મોટી સંખ્યામાં ઉત્સાહભેર મહીલાઓ ઉપસ્થિત અને રાયફલ શુટીંગમાં ભાગ લીધો હતો.અને મહીલાઓ દ્વારા જીલ્લા પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »