મનહર પ્‍લોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મીલનને ક્રાઇમબ્રાંચે દબોચ્‍યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bv2aaoc7ly0jh2sb/" left="-10"]

મનહર પ્‍લોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મીલનને ક્રાઇમબ્રાંચે દબોચ્‍યો


મનહર પ્‍લોટમાં ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મનહર પ્‍લોટ શેરી નં.૧૩ ના ખુણા પાસે એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચના હેડ કોન્‍સ દિપકભાઇ ચૌહાણ તથા કોન્‍સ હરપાલસિંહ જાડેજા સહિતે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મીલન વિનોદભાઇ ઘેલાણી (ઉ.૩૦) ને પકડી લઇ રૂા.૪૦,૦૦૦ ની કિંમતનો મોબાઇલ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]