કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા ચોટીલા વિધાનસભા બેઠક પર તડામાર તૈયારીઓ શરૂ - At This Time

કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા ચોટીલા વિધાનસભા બેઠક પર તડામાર તૈયારીઓ શરૂ


*કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા ની ચોટીલા વિધાનસભા માં તડામાર તૈયારીઓ*

*કોંગ્રેસ નાં નેતાઓ તરણેતર મુકામે સભા સંબોધશે*

ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોટીલા વિધાનસભા બેઠક પર પ-૧૧-૨૨ નાં પ્રવેશ કરશે જેમાં ચોટીલા થાનગઢ થી તરણેતર મુકામે જંગી જનસભા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ નાં પ્રથમ હરોળના નેતાઓ સભા માં હાજર રહેશે જેમાં મોટીસંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહેશે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે સભા બાદ રેલી સ્વરૂપે સરા,સરલા,મુળી મુકામે પહોંચશે જેમાં અંદાજે ૫૦૦ ફોરવ્હિલ ગાડીઓ અને ૪૦૦ બાઇક રેલી માં જોડાશે જેમાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે તેનાં આયોજન ની તડામાર તૈયારીઓ ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા ની દેખરેખ હેઠળ તનતોડ ચાલી રહી છે સ્થાનિક કાર્યકરો ગામડાં સુધી પહોંચી રેલી માં મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે કોંગ્રેસ નાં મતદારો સુધી પહોંચી ગયાં છે જેમાં મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ જયસુખભાઈ દુધરેજીયા, જગદીશભાઈ પટેલ,રામકુભાઈ કરપડા, ઘનશ્યામભાઈ પટેલ, ભાઈલાલ પટેલ,કાળુભાઈ કરપડા, હરદેવસિંહ વાઘેલા, સહિત સરપંચ શ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ પરમાર, મહામંત્રી પદુભા પરમાર, સહદેવ સિંહ પરમાર ,સચિનસિહ મહિડા, રાજુભાઈ કોળી સહિત સમગ્ર કોંગ્રેસ કાર્યકરો હાજર રહેશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા ની ટીમ દ્વારા પ્રચાર અને પ્રસાર અભિયાન તેજ બનાવવામાં આવેલ છે
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon