ખોટા સરનામાના કારણે 23,461 ડિગ્રી પાછી આવી, વિદ્યાર્થીઓએ ડિગ્રી લઇ જવાની તસદી જ ન લીધી - At This Time

ખોટા સરનામાના કારણે 23,461 ડિગ્રી પાછી આવી, વિદ્યાર્થીઓએ ડિગ્રી લઇ જવાની તસદી જ ન લીધી


અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગામડે જતા રહેતા વિદ્યાર્થીઓ સરનામું અપડેટ કરાવતા નથી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1971થી અત્યાર સુધીની પાછી આવેલી ડિગ્રીઓ સુરક્ષિત રાખી છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જુદા જુદા કોર્સમાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ડિગ્રી પોસ્ટ અને કુરિયર મારફત મોકલે છે, પરંતુ ખોટા સરનામા સહિતના જુદા જુદા કારણોસર છેલ્લા 51 વર્ષમાં 23,461 ડિગ્રી પાછી આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ ગામડે રહેતા હોય છે પરંતુ શહેરમાં રહીને અભ્યાસ કરતા હોવાથી ક્યારેક અહીંનું સરનામું નોંધાવે છે, અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ ગામડે જતા રહે છે પરંતુ સરનામું અહીંનું હોવાથી ડિગ્રી કોઈ નહીં સ્વીકારતા પરત આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon