ગેનીબેન ઠાકોરે થરાદ ખાતે જાહેરસભામાં શંકર ચૌધરીને હડકાયું કૂતરું કહેતાં ચૌધરી સમાજ નારાજ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bmgrhflwi9nvsuoj/" left="-10"]

ગેનીબેન ઠાકોરે થરાદ ખાતે જાહેરસભામાં શંકર ચૌધરીને હડકાયું કૂતરું કહેતાં ચૌધરી સમાજ નારાજ.


ભડકાઉ ભાષણોના કારણે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને વારંવાર મીડિયાની ચર્ચામાં રહેવાની ટેવ

રાજ્યમાં ચૂંટણીનો જંગ જામ્યો છે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે જે તે પક્ષના મેન્ડેટ પર તથા અપક્ષ ચૂંટણી લડવા માટે ઉમેદવારી કરી સભાઓ સંબોધી પ્રલોભનકારી વચનો આપવા કે શબ્દોની માયાજાળમાં પોતાની કે પોતાના પક્ષ તરફ મતદારોને આકર્ષવા માટે રાજકીય આગેવાનોની હોડ લાગી છે,જેમાં કામ બાબતે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય તે સ્વાભાવિક છે,પરંતુ બુધવારે થરાદ ખાતે યોજાયેલી જાહેર સભામાં પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે પોતાના ભાષણમાં આડકતરી રીતે હડકાયું કૂતરું કહેતાં ચૌધરી સમાજે સોશિયલ મીડિયામાં નારાજગી વ્યક્ત કરી હતી.
વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોર હંમેશા કોઈને કોઈ મુદ્દે વિવાદિત નિવેદન આપી મીડિયાની લાઈમ લાઇટમાં રહે છે,વ્યક્તિગત રીતે કટાક્ષ કરવો કે તળપદી ભાષામાં અવિવેક જનક શબ્દ પ્રયોગ કરવા માટે ગેનીબેન ઠાકોર જાણીતા છે,ત્યારે મંગળવારે સુઈગામ પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણીના તેમણે શ્રી ગણેશ કર્યા હતા.
જો કે બુધવારે થરાદના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ફોર્મ ભરવાના હોઈ તેમના સમર્થકો,કાર્યકરોને સંબોધવા થરાદ ખાતે જાહેરસભા આયોજન કરવામાં આવ્યું હતું, આ જાહેર સભામાં વાવ વિધાનસભાનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહી અને સભાને સંબોધી હતી.પરંતું ભાષણમાં ગેનીબેન ઠાકોરે પુર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરી પર નિશાન સાધી આડકતરી રીતે કહ્યું હતું કે અમે વાવમાં થી હડકાયું કૂતરું કાઢ્યું છે, એ કૂતરું તમારી બાજુ આવ્યું છે તો તમે પણ અહીં થી કાઢજો, એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જોકે શંકર ચૌધરીને ગેનીબેનએ હડકાયું કૂતરુંનું તળપદી કહેવતને આધારે આડકતરું ઉદાહરણ આપતાં ચૌધરી સમાજ દ્વારા ગેનીબેન ઠાકોર તેમજ કોંગ્રેસને વૉટ ના આપવાના મેસેજો પણ વાઇરલ કરી ગેનીબેન ઠાકોર તરફી રોષ વ્યક્ત કર્યો હતો.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]