શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શૃંગાર એવં અનેકવિધ અથાણા તથા રોટલાના અન્નકૂટ - At This Time

શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શૃંગાર એવં અનેકવિધ અથાણા તથા રોટલાના અન્નકૂટ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.20-08-2022ને શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દાદાને ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શૃંગાર કરી મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાને બપોરે ૧૧.૧૫ કલાકે કેરી, લીંબુ,આંબળા,ગુંદાનું   અનેકવિધ અથાણા તથા રોટલાનો અન્નકૂટ ધરાવાયો હતો. અન્નકૂટ આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ.
સાંજે ૫:૩૦ કલાકે ષોડશોપચાર દાદાનું ભવ્ય પૂજન-અભિષેક-પુષ્પભીષેક-મહાઆરતી કરવામાં આવેલ. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ-પૂજા પાઠ તેમજ દિવ્ય સત્સંગ કરવામાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.