જોમ... જુસ્સો... મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા... ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે જન્મદિવસ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bilpuxgkyrqxmyjo/" left="-10"]

જોમ… જુસ્સો… મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા… ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે જન્મદિવસ…


જોમ... જુસ્સો... મક્કમતા અને પડકારો ઝીલવાની સક્ષમતા ના પર્યાય એવા...
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી નો 26 ફેબ્રુઆરીએ સોમવારે જન્મદિવસ...

- રાજકોટ ખાતે તેઓએ બજાવેલી સલામત રાજ્યની કામગીરીને લોકો આજે પણ યાદ કરે છે.
- ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ વેરાવળ પંથકમાં ડ્રગ્સના રાજ્ય આંતરરાજ્ય અને વિદેશી તાર સાથે બહોળા જથ્થા સાથે આરોપીઓને ઝડપવા ભારતના આ વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ વખત ઐતિહાસિક કામગીરી.
પ્રભાસ-પાટણ: (મીનાક્ષી-ભાસ્કર દ્વારા)

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડા અને રાજકોટ ડીસીપી ઝોન-2 ના પૂર્વ એસપી મનોહરસિંહ જાડેજા નો તારીખ 26-2-1975 ના રોજ ધ્રોલ તાલુકા ના જાંબુડા ગામે જન્મેલા તેઓ એમ.એસ.સી. કેમેસ્ટ્રી નો અભ્યાસ કરી વર્ષ 2011 ની સાલમાં જી.પી.એસ.સી. પરીક્ષા તેજસ્વી ગુણકો સાથે પાસ કરી.
પ્રથમ પ્રોફેશનલ ડી.વાય.એસ.પી. તરીકે બનાસકાંઠા ત્યારબાદ નર્મદા જિલ્લાના રાજપીપળા અને ધોળકા પર જો બજાવી અને પ્રમોશન મળતા રાજકોટ અને હાલ ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યરત.
રાજકોટના કાર્યકાળ દરમિયાન અનેક રાજ્યોમાંથી લક્ઝરી કારોની ચોરી કરતી ગેંગને ઝડપી તેવી જ રીતે શિવ જ્વેલર્સ લૂંટના આરોપીઓને ઝડપવા તથા કોરોના સમયે કડકાય સાથે માનવતા વાદી અભિગમ ભિસ્તી વાળની કુખ્યાત ટોળકી ઉપર ગુજસીટોક ના કાયદા હેઠળ કડક કાર્યવાહી તથા રાજકોટના ચકચારી કેસોમાં સીટના ઇન્ચાર્જ તરીકે તેમણે સુપેરે કામગીરી બજાવી.

ગીર-સોમનાથ જિલ્લામાં તાજેતરમાં જ 50 કિલો હેરોઈન ડ્રગ્સ કિંમત અંદાજે રૂપિયા 250 કરોડ નો જથ્થો આરોપીઓ સાથે ઝડપી ત્વરિત કામગીરીની ગુજરાત પોલીસ નું ગૌરવ વધાર્યું. જેની નોંધ રાજ્યભરમાં લેવાય અને ગીર-સોમનાથ પોલીસને રૂપિયા 10 લાખનું ઇનામ જાહેર કરાયું, આ વિસ્તારના ઇતિહાસની પ્રથમ ઐતિહાસિક ઘટના છે.
જિલ્લામાં નવું સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાવાયું, પોલીસ જવાનો માટે જીગ્નેશયમ, લાઇબ્રેરી અને ક્રિકેટ મેચ પ્રોત્સાહન ઇનામ, પોલીસ ચોકીઓનું નવીનીકરણ વર્ષ 2023માં ઈ- ગુજકો કામગીરીને સતત રાજ્યમાં ટોપ - 3 રેન્ક મળ્યું. ચંદન ચોર ટોળકી પકડી અને વેરાવળ એસટી રોડ ઉપર સરાજાહેર ફાયરીંગ ખૂન આરોપી ને છેક હરિયાણા થી ઝડપ્યો. બોગસ નિમણૂક પત્રો આપતી ટોળકી ઝડપી , સોમનાથ મંદિર અતિથિ ગૃહની બનાવટી વેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકીને છેક યુપી અને રાજસ્થાનથી ઝડપી . તેઓના જન્મદિવસે ઠેર ઠેર અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ ફોન નંબર 9978405974 ઉપર થઈ રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]