બિલકીસ બાનો કેસમાં છુટેલા આરોપીઓ કહે છે અમે તો રાજકીય હાથો બન્યા - At This Time

બિલકીસ બાનો કેસમાં છુટેલા આરોપીઓ કહે છે અમે તો રાજકીય હાથો બન્યા


અમદાવાદ તા. 16 ઓગષ્ટ 2022,મંગળવારગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં કારસેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના બાદ વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. આ રમખાણમાં પેટમાં પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી બિલકીસ બાનો ઉપર ગેંગરેપ અને તેની હત્યાના મામલામાં જેલ ભોગવી રહેલા ૧૧ જેટલા આરોપીઓને સોમવારે મુક્ત કરવામાં આવ્યા બાદ શૈલેશ ભટ્ટ નામના એક આરોપીએ જણાવ્યું હતું કે અમે તો રાજકીય હાથો બન્યા હતા. જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે ભાજપના સ્થાનિક એકનો એક ભાગ એવા ૬૩ વર્ષીય ભટ્ટ અને તેના ભાઈ અને સહ આરોપી મિતેશ બન્ને ગોધરા જેલમાંથી મુક્ત થયા પછી દાહોદ જીલ્લાના સીન્ગોર ગામે આવેલા પોતાના વતન જવા નીકળી ગયા હતા. સીન્ગોર એક નાનું ગામ છે અને બધા જ આરોપીઓ આ ગામના છે. જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે ભાજપની જીલ્લા કારોબારીમાં સભ્ય હતો જયારે મિતેશ ભટ્ટ પંચમહાલ ડેરીમાં કલર્ક તરીકે નોકરી કરતો હતો. “અમારી ધરપકડ ૨૦૦૪માં કરવામાં આવી હતી અને અમે ૧૮ વર્ષ જેલમાં કાઢ્યા છે. ઘરે પહોંચી કુટુંબના સભ્યોને મળવાનો આનંદ છે. મારો પુત્ર એ સમયે આઠ કે નવ વર્ષનો હશે હવે પુખ્ત થઇ ગયો છે અને પંચમહાલ ડેરીમાં નોકરી કરે છે. વધુ એક આરોપી રાધેશ્યામ શાહે જણાવ્યું હતું કે અમે બધા પહેલેથી જ નિર્દોષ છીએ. “અમે કોઈ ચોક્કસ વિચારધારામાં માનીએ છીએ એટલે અમને આ કેસમાં ખોટી રીતે કસુરવાર ઠેરવી દેવામાં આવ્યા છે,” એમ શાહે જણાવ્યું હતું. રમખાણ દરમિયાન ૨૧ વર્ષીય બિલકીસ બાનો પાંચ મહિના પ્રેગનન્ટ હતી અને તેના ઉપર ગેંગ રેપ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ ઘટનામાં દોષિત વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારી હતી. કેસની સુનાવણી દરમિયાન એકનું મૃત્યુ થઇ ગયું હતું.વધુ વાંચો : બિલકિસ બાનો રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 આરોપીઓને મુક્ત કરાયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.