મહાનગરપાલિકાની ચેકિંગ ટીમે બે ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લીધા - At This Time

મહાનગરપાલિકાની ચેકિંગ ટીમે બે ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લીધા


ચેકિંગ ટીમે ત્રણ ધંધાર્થીને ફૂડ લાઇસન્સ મુદ્દે નોટિસ ફટકારી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે નાનામવા મેઇન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા ધંધાર્થીઓની ખાણીપીણીની વસ્તુઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 13 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. દૂધ, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટ તથા ખાદ્યતેલના કુલ 13 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ સ્થળ પર 3 પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારાઈ હતી જેમાં જલારામ ફરસાણ સ્વીટ માર્ટને લાઇસન્સ બાબતે, મુરલીધર સ્વીટ ફરસાણને લાઇસન્સ બાબતે, અને બંસીધર ડેરીને પણ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.