જીમખાનામાં શ્રમિકને 'ATM કાર્ડ આપો હું ડિપોઝીટ કરી દઉં' કહી યુવકે રૂ.1.12 લાખની છેતરપિંડી આચરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bee838dky5lailei/" left="-10"]

જીમખાનામાં શ્રમિકને ‘ATM કાર્ડ આપો હું ડિપોઝીટ કરી દઉં’ કહી યુવકે રૂ.1.12 લાખની છેતરપિંડી આચરી


રાજકોટમાં મુળ યુપીના મેનપુરીના પશુપુર ગામના વતની અને હાલ બેડીનાકા ટાવર પાસે મેઘાલય ટ્રાન્‍સપોર્ટ પાસે રહી મજૂરી કરતાં અશોકભાઇ ‍ જાટવ (ઉ.વ.43)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી 406, 420 મુજબ રૂ. 1.12 લાખની છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્‍યો છે. અશોકભાઇએ જણાવ્‍યું હતું કે 29 ફેબ્રુઆરીના રોજ હું SBI બેંક જીમખાના બ્રાંચ ખાતે ATM માં પૈસા ડિપોઝીટ કરવા ગયો હતો. મારે મકાન લેવાનું હોઇ નરેન્‍દ્રભાઇને ચેક પણ આપવાનો હોવાથી મારી પાસે પડેલા રૂપિયા ખાતામાં ATM થી જમા કરાવવા હતાં. રૂ. 39 હજાર મેં SBI ના ખાતામાં જમા કરાવ્‍યા હતાં. એક હજાર બાકી રહી ગયા હોઇ મારી બાજુમાં ઉભેલા શખ્‍સે કહેલું કે તમારુ કાર્ડ આપો હું ડિપોઝીટ કરી આપું. જેથી મેં કાર્ડ અને 1000 રૂપિયા તેને જમા કરાવવા આપ્‍યા હતાં.

તેણે પ્રોસેસ કરી મારો પિન નંબર મેળવી લીધો હતો. પરંતુ પૈસા જમા થયા નહોતાં. જેથી તેણે મને પૈસા અને એટીએમ કાર્ડ પાછા આપી દીધા હતાં અને તે જતો રહ્યો હતો. એ પછી 39 હજાર જમા થયાનો મેસેજ મારા ફોનમાં આવતાં હું પણ નીકળી ગયો હતો. પણ બપોરના એકાદ વાગ્‍યે પૈસા વિડ્રોલ થયાનો મેસેજ મારા ફોનમાં આવ્‍યો હતો. આથી મેં સાળા રામપ્રસાદને પુછતાં તેણે એટીએમ કાર્ડ જોવા માંગતાં મેં કાર્ડ આપતાં તે બીજા કોઇના નામનું હોવાનું જણાયું હતું. મદદ કરવાના બહાને આવેલો શખ્‍સ મારુ કાર્ડ બદલી ગયો હતો. મેં પાસબૂકમાં એન્‍ટ્રી કરાવતાં ખબર પડી હતી કે તેણે કટકે કટકે ખરીદી કરી કુલ રૂ. 1.12 લાખ મારા ખાતામાંથી ઉપાડી લીધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]