કાકોશી પો.સ્ટેના દીનેશજી રાજપૂતને ASI માંથી PSI,ના પ્રમોશન સાથે બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bban2dpzc22tgoiz/" left="-10"]

કાકોશી પો.સ્ટેના દીનેશજી રાજપૂતને ASI માંથી PSI,ના પ્રમોશન સાથે બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો


પાટણના સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ,ની ફરજ બજાવતા દિનેશજી રાજપૂતને બદલી સાથે પી.એસ.આઈ,નું પ્રમોશન મળતા કાકોશી પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ સહદેવસિંહ સોલંકીની અધ્યક્ષતા માં કાકોશી પોલીસ સ્ટેશન ખાતે શનિવારે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આજુબાજુના રાજકીય આગેવાનો ખુબ મોટી સંખ્યા હાજર રહ્યા હતા અને રાજકીય આગેવાનોએ દિનેશજી રાજપૂતનએ ફરજ દરમિયાન કરેલ કુશળતાપૂર્વકની કામગીરી અને સમરસતા ને બિરદાવી હતી,તેમજ ધનાવાડા ગામના સરપંચ ઠાકોર જકસિહજી બાપુ એ શુકનમાં શ્રીફળ અને સાકર આપી ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી, અને ત્યારબાદ રાજકીય આગેવાનો દ્વારા સાલ સાફા ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં, તેમજ ધુમંડ ગામના ‌સરપંચ રમેશજી ઠાકોર દ્ધારા તલવાર આપી ને શુભેચ્છાઓ પાઠવી હતી આ ક્રાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર કાકોશી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્ધારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,અને કાર્યક્રમ ના અંતમાં પી.એસ.આઈ સોલંકી દ્ધારા આભાર વિધિ કરી કાર્યક્રમને પુર્ણ કરવામા આવ્યો હતો.

જીતેન્દ્રસિંહ ઝાલા-૯૯૦૪૦૨૩૮૬૨.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]