પોલીસ કમિશનર કચેરીમાં PSI દારૂ પીને ફરજ બજાવતા હતા! - At This Time

પોલીસ કમિશનર કચેરીમાં PSI દારૂ પીને ફરજ બજાવતા હતા!


પોલીસ કમિશનર કચેરીમાં ગિરનાર ટોકીઝ સામેના ગેટ પાસે ફરજ બજાવતા એસઆરપી ગ્રૂપ-13ના પીએસઆઇ વિજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણ (ઉ.વ.43) સોમવારે સવારે 1 વાગ્યાના અરસામાં કમિશનર કચેરીના ગેટ પર ફરજ પર હતો તેણે નશો કર્યો હોવાની વાત ફરતી થતાં પ્ર.નગરના પીએસઆઇ ખોખર સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસની ટીમ ફોજદાર ચૌહાણની નજીક જતાં તેના મોંમાંથી કેફી પ્રવાહી પીધાની ખાટી વાસ આવતી હતી. તેની આંખો નશો કરેલી દેખાતી હતી અને તેની જીભ થોથરાતી હોવાથી દારૂ પીધાનું સ્પષ્ટ થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.