અમદાવાદની સ્થાપના કોણે અને કેમ કરી હતી? અમદાવાદનો ઇતિહાસ!હું અમદાવાદ છું, આજે મારો 612મો જન્મદિવસ છે’ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b8xaxcanduwzckdd/" left="-10"]

અમદાવાદની સ્થાપના કોણે અને કેમ કરી હતી? અમદાવાદનો ઇતિહાસ!હું અમદાવાદ છું, આજે મારો 612મો જન્મદિવસ છે’


ઐતિહાસિક શહેર અમદાવાદનો આજે 612મો સ્થાપના દિવસ છે. ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદનો આજે 612મો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે પરંપરા મુજબ માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરાશેય દર વર્ષે માણેકબુરજની ધજા બદલી ઉજવણી કરાય છે. 26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ અમદાવાદની સ્થાપના થઈ હતી. તેથી અમદાવાદના સ્થાપના દિવસે માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજીના વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે..ત્યારે પરંપરા મુજબ દર વર્ષે માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાબરમતીના કાઠે વસેલું અમદાવાદ આજે મેટ્રોસિટી બની ગયું છે. ત્યારે આપણા અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ પણ જોઈ છે. પરંતુ તેમાથી બોધપાઠ લઈને ફરી બેઠું થયું છે આપણું અમદાવાદ. ત્યારે ગુજરાત અને દેશના વિકાસમાં આપણા અમદાવાદનો પણ સિંહફાળો રહ્યો છે.

દંતકથા!

મુજબ જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદશાહને યે શહેર બસાયા
1411માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ
1487માં મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ કોટ ચણાવ્યો
કોટમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજો છે
ઈ.સ.1553માં હુમાયુએ અમદાવાદ પર કબજો કર્યો
મુઘલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું
કાપડની મિલના લીધે અમદાવાદ પૂર્વનું માંચેસ્ટર કહેવાતું
1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાત રાજ્યનું પાટનગર રહ્યું

પૌરાણિક સ્થળો અમદાવાદની શાનમાં ચાર ચાંદ લગાવે છે
આધુનિક યુગનો આ ધબકતું અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દરરોજ કૂદકેને ભૂસકે અમદાવાદની સિદ્ધિઓ આગળ વધી રહી છે. ભવ્ય કોટ, ઐતિહાસિક દરવાજા, ઈતિહાસનો અરીસો દેખાડા પૌરાણીક સ્થળોના વારસાથી અમદાવાદની શાનમાં ચાર ચાંદ લાગે છે. ત્યારે અમદાવાદના આ ભવ્ય વારસા પર ના માત્ર અમદાવાદીઓ જ પણ સમગ્ર ગુજરાતીઓ ગૌરવ લઈ રહ્યા છે.

bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]