બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ પોલીસ


બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ પોલીસ

આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને સમગ્ર ચુંટણીમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર ડો.જે.બી. પંડીત સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. (૧) ૧૧૧૯૦૦૦૨૨૩૦૫૩૮/૨૦૨૩ પ્રોહી કલમ ૬પ(ઇ), ૧૧૬(બી), ૮૧ તથા (૨) બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. (૧) ૧૧૧૯૦૦૦૨૨૩૦૫૪૮/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ) (એ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુન્હા કામે આરોપી ભરતસિંહ ધનશ્યામસિંહ ઝાલા રહે. દુધરેજ તા.વઢવાણ જી.બોટાદ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય જે આરોપી તપાસ દરમ્યાન મળી આવતા તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.