બિનાકા ચોક થી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવા બાબત કાર્યપાલક ઈજનેર ને રજુઆત કરતા અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b6jxceu0mljhg3sf/" left="-10"]

બિનાકા ચોક થી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવા બાબત કાર્યપાલક ઈજનેર ને રજુઆત કરતા અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી


અમરેલી ના મુખ્ય માર્ગ બનાવવા અનુસંધાને અમરેલીમાં બિનાકા ચોક થી સોમનાથ મંદિર સુધીનો રોડ ભુગર્ભ ગટરની કામગીરી બાદ અતિ બિસ્માર થઈ ગયેલ છે.આ રસ્તો અમુક મુખ્ય શહેર તથા નાના મોટા ગ્રામ્ય વિસ્તાર ને જોડતો રસ્તો છે અને આખો દિવસ વાહનો થી ધમધમતો રોડ છે તેથી અકસ્માત થવાનો સતત ભય રહે છે. ઉપરાંત આ રોડ અમરેલીના અતિ ગીચતા વાળા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અને લોકોની અવર જ્વર પણ રહે છે જેથી ખાડા ના હિસાબે અકસ્માતનો સતત ભય રહે છે અને જાનમાલની નુકશાનીની ચિંતા રહે છે તો આ રોડ તાત્કાલિક અસરથી બનાવી અને લોકોની સુખાકારીમાં વધારો કરી આપવા લેખિત રજુઆત કરવામાં આવી હતી

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]